વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ કે.જે નિરંજનનાં માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગલકુંડ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે જનજીવનનાં સુરક્ષા અને સુખાકારી માટે માર્ગદર્શન આપ્યુ હતુ.સરકાર તરફથી મળતા લાભો જેમ કે, આરોગ્યની સુવિધા માટે આયુષ્માન કાર્ડ, ચુલા પર રસોઈનાં ધુમાડાથી છુટકારો મેળવવા માટે ઉજ્વલા યોજના, ગરીબ અને મધ્યમ વર્ગ માટે પાકા મકાનનું સપનું સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબ નિરક્ષર અને બેરોજગાર લોકોને રોજગારી માટે મનરેગા યોજના,જેવી વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરી સરકારની યોજનાઓના લાભો જણાવ્યા હતા. તેમજ બેંક ફ્રોડથી બચવાના ઉપાયો પણ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. જેનાથી લોકોમાં આનંદનો કુતુહલ જોવા મળ્યો હતો.તેમજ મહિલાઓ ઉપર થતા અત્યાચારોને ડામવા માટેની જણાવેલ માહિતી દ્વારા મહિલાઓમાં હિંમતની કુપળ ફૂટી હોય અને અત્યાચારો સામે લડત આપવા માટે છલકાતી હોય તેવો જોશ સાપુતારા પોલીસની ટીમ દ્વારા પૂરો પાડવામાં આવેલ હતો.અને મહિલાઓ પર અત્યાચારો અટકે તેમજ લોકો માટે સંકટના સમયે મદદ માટેના કોલ કરવા માટેના 100 નંબર તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને મહિલા, બાળકો, વૃદ્ધ તેમજ પુરૂષોમાં સામાજિક જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અહી સમગ્ર સંકલ્પ યાત્રા દરમિયાન સાપુતારા પોલીસની ટીમ સુરક્ષા અને સુખાકારીનાં માર્ગદર્શન હેઠળ આકર્ષણનું કેન્દ્ર બની હતી.