વાત્સલ્યમ્ સમાચાર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ વિશ્વ સંભારણા દિવસ નિમિતે ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ‘‘વિશ્વ સંભારણા દિવસ’’ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિશ્વમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી તેમજ બે મીનીટ મૌન પાળવા સાથે અકસ્માત ન બને અને જો બને તો તાત્કાલીક સારવાર માટે ખસેડી શકવા મદદરૂપ થાય તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી અને સરકારશ્રીની આપતકાલીન “Dial-108” ની સેવા લેવી તેમજ અકસ્માતમાં ઇજા પામનારને માનવતાથી બચાવવા તેમજ સારવાર અર્થે મદદ કરવા માટે ‘‘ગુડ સમરીટન’’ યોજનાથી મદદરૂપ થનારને સન્માનીત કરવામાં આવશે.જે અંગે પણ પ્રતિજ્ઞા લેવામાં આવી.
લોકોને રોડ અકસ્માતમાં ઇજા પામનારને માનવતા મહેકાવી મદદરૂપ થવા ડાંગ જીલ્લા પોલીસ આહવાહન કરે છે.