યુથ કોંગ્રેસ દ્વારા ‘ પેહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનની શરૂઆત કરી

0
760
વાત્સલ્યમ્ સમાચાર
• દેશમાં ભય નફરતનું વાતાવરણ દૂર કરવા લોકસભાની ચૂંટણીમાં 18થી 24 વર્ષના યુવાનોને ‘પેહેલા વોટ મોહબ્બ્ત કે નામ’ કરવા માટે યુવા કોંગ્રેસ આહવાન કર્યું.
• ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ‘પેહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનમાં જોડાવા માટે ૮૮૬૦૮૧૨૩૪૫ નંબર પર મિસ્કોલ કરીને જોડાઈ શકે છે. આગામી સમયમાં યુવા કોંગ્રેસ યુવાનો યુથ કોંગ્રેસમાં જોડવાનું કામ કરશે.
દેશમાં લોકસભાની ચૂંટણી લઈને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે તેવા સમયે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા દેશમાં ‘પહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. 18 થી 24 વયના યુવાનો પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં ‘મેરા પહેલા વોટ મોહબ્બ્ત કે નામ’ મતદાન કરીને દેશમાં પરિવર્તન કરવા માટે પોતાની ભાગીદારી નોંધાવશે આ વિષયને લઈને ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રીએ માહિતી આપી હતી.
ઓલ ઇન્ડિયા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી રાજેશ સિન્હાએ ‘મેરા પહેલા વોટ ફોર ઇન્ડિયા’ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં 2024ની દેશમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે જઈ રહી છે ત્યારે યુવાનો દેશમાં પરિવર્તન કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. આજના સમયમાં દેશમાં ભય અને નફરતનો માહોલ છે અને દેશ ખૂબ જ ખરાબ દશામંથી પસાર થઈ રહ્યો છે. ભાજપની સરકાર ધર્મના નામે જુઠ્ઠાણા ફેલાવીને, નફરત ફેલાવીને માનવ સમુદાય વચ્ચે વેર ઝેર પેદા કરે છે તેના લીધે સમગ્ર દેશમાં ભયનો માહોલ છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે દેશમાં યુવાનો પરિવર્તન ઈચ્છે છે, કારણકે હાલના સમયમાં યુવાનો પાસે ડિગ્રીઓ છે પણ નોકરી નથી, બેરોજગારીનો દર ખૂબ જ વધી રહ્યો છે, યુવાનોને નોકરી મળી રહી નથી તેના કારણે આત્મહત્યા કરવા તરફ ધકેલાઈ જાય છે. 2024 ની લોકસભાની ચૂંટણીમાં 18 થી 24 વર્ષના વય ધરાવતા યુવાનો પહેલી વખત મતદાન કરશે, આ યુવાનો દેશમાં પરિવર્તન કરશે. આ વખતે યુવાનો પોતાનો પ્રથમ વોટ બેરોજગારી, નફરત, મોંઘવારી સામે કરીને દેશમાં પરિવર્તન કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવું તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં પહેલા ‘વોટ ફોર ઇન્ડિયા’ કેમપેઈનની શરૂઆત કરવામાં આવશે. 18 થી 24 વર્ષની વય યુવાનો માટે અતિશય મહત્વની હોય છે, આ વખતે યુવાનો પોતાનો પહેલો વોટ દેશના ભવિષ્ય માટે કરશે જેમાં મોંધવારી, બેરોજગારી, નફરતને ઉખાડી ફેંકીને શાંતિ, ભાઈ ચારાનું વાતાવરણ સ્થાપિત કરવામાં માટે પહેલો વોટ કરશે. ૧૮થી૨૫ વર્ષના યુવાનો ‘પેહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનમાં જોડાવા માટે ૮૮૬૦૮૧૨૩૪૫ નંબર પર મિસ્કોલ કરીને જોડાઈ શકે છે. આગામી સમયમાં યુવા કોંગ્રેસ યુવાનો યુથ કોંગ્રેસમાં જોડવાનું કામ કરશે.
આ પ્રસંગે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય કોડીનેટર પવન મજેઠીયા,ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી જયમીન સોનારા, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇમરાન શેઠજી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
IMG 20231102 WA0094

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews