Gujarat High Court : કાયદો કાબૂમાં ન લાવી શકતા હોવ તો કહી દો : ગુજરાત હાઇ કોર્ટ

0
1047
વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત હાઇ કોર્ટે અમદાવાદ શહેરની વર્ષો જૂની સમસ્યાઓ જેવી કે રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક, આડેધડ પાર્કિંગ આ બધા મુદ્દે જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે સરકારને આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી.

અમદાવાદ શહેરના વિકાસ, નગરજનોની સલામતિ અને સુખાકારીના નિર્ણયો લેતા વહીવટી તંત્રના 3 ઉચ્ચ અધિકારીઓને આજે હાઇ કોર્ટમાં જજની ટીકા સાંભળવી પડી હતી. શહેરના મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓને ખખડાવતા હાઇ કોર્ટે કહ્યું હતું કે અગાઉના આદેશોનું પાલન થઇ રહ્યું નથી. કર્મચારીઓ અને અધિકારીઓને માર પડી રહ્યો છે.

પોલીસની જીપની બાજુમાં લોકો લાકડીઓ સાથે ફરી રહ્યા છે. પોલીસ શું ફક્ત જોઇ રહી છે? પોલીસ કમિશનરનો ઉધડો લેતા હાઇ કોર્ટના જજે કહ્યુ હતું કે આ એલાર્મિંગ સ્થિતિ છે, તમે શું કરી રહ્યા છો? તમારા ખભા પર સ્ટાર જુઓ, તમે ન કરી શકતા હોય તો જણાવી દો.”

પ્રિન્સીપલ સેક્રેટરીને પણ હાઇ કોર્ટે કહ્યું હતું કે તેમણે કડક હાથે કામ લેવાની જરૂર છે. સમાચાર માધ્યમોમાં સતત લોકોના મરવાના અહેવાલો પ્રસારિત થઇ રહ્યા છે. લોકો સુધરી નથી રહ્યા એ તંત્રની જવાબદારી છે.

છેવટે શહેરમાં સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા હાઇ કોર્ટે વધુ એક અઠવાડિયાનો અધિકારીઓને સમય આપ્યો છે. આ મામલે હવે આગળની સુનાવણી 7 નવેમ્બરે યોજાશે.

Gujarat Hightcourt

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews