Anand : આણંદ ખાતે EVM અને VVPAT નું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરાયું

0
511
વાત્સલ્યમ્ સમાચાર

આણંદ ખાતે EVM અને VVPAT નું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરાયું

IMG 20231003 WA01711

 

 

તાહિર મેમણ આણંદ : 03/10/2023 મંગળવાર :: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર અને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે તા. ૦૩/૧૦/૨૦૨૩ થી રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઇવીએમ વેરહાઉસ, આણંદ ખાતે EVM અને VVPAT ના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

આ ચેકિંગ દરમિયાન ૨૭૭૭ B.U., ૨૫૨૧ C.U. તથા ૨૬૮૪ VVPAT નું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવશે, જેના માટે ચૂંટણીપંચ દ્વારા ૮ ઇજનેરો અને 30 અધિકારી-કર્મચારીઓ ફાળવવામાં આવ્યા હોવાનું કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews