દિવાળીના તહેવારને ધ્યાને લઈ આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરીની સઘન કાર્યવાહી

0
648
વાત્સલ્યમ્ સમાચાર

દિવાળીના તહેવારને ધ્યાને લઈ આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરીની સઘન કાર્યવાહી

 

 

 

જિલ્લાની વિવિધ ૧૩ પેઢીઓ ખાતે તપાસ કરી ખાદ્યપદાર્થોના ૨૩ નમુના લેવાયા

 

 

 

તાહિર મેમણ : 07/11/2023 – આણંદ, મંગળવાર :: આણંદ જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને જિલ્લાની વિવિધ ૧૩ પેઢીઓની તપાસ કરીને ખાદ્યચીજના ૨૩ નમુના લઈ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે.

 

જે અંતર્ગત સૌરાષ્ટ્ર ફરસાણ, વિદ્યાનગર ખાતેથી મૈસુર મીઠાઇ (લુઝ), રોયલ ડેરી & સ્વીટ, વિદ્યાનગર ખાતેથી કાજુકતરી (લુઝ), મલ્ટી ગ્રાઉન્ડ ફુડ પ્રા. લી. ખાતેથી અતુલ બેકરી નડીયાદી મીક્ષ નમકીન (પેક), રાજેશ સ્વીટ માર્ટ, પેટલાદ ખાતેથી સેવ નમકીન (લુઝ) અને મૈસુર મીઠાઇ (લુઝ), જય ભવાની રબડી સેન્ટર, પેટલાદ ખાતેથી ગુલાબ જાંબુ સ્વીટ (લુઝ), મીઠો માવો (લુઝ) અને રસગુલ્લા સ્વીટ (લુઝ), યામી એન્ટરપ્રાઇઝ, કરમસદ ખાતેથી જનમય ફાર્મ ફ્રેશ ગ્રાઉન્ડ ઓઇલ (કંપની પેક), સુખડીયા સ્વીટ & ફરસાણ માર્ટ, બોરસદ ખાતેથી મલાઇ બરફી (લુઝ) અને કાજુ રોલ મીઠાઇ (લુઝ‌), શ્રી જગદંબા ચેવડાવાલા, બોરસદ ખાતેથી જગદંબા સોલાપુરી ચેવડો (પેક) અને જગદંબા લીલો સુકો ચેવડો (પેક), જલારામ સ્વીટ માર્ટ, બોરસદ ખાતેથી મૈસુર મીઠાઇ (લુઝ) અને ઉસળ ગાંઠીયા (લુઝ), નીલકલમ સ્વીટ ફરસાણ સ્વીટ માર્ટ, બોરસદ ખાતેથી મગજ મીઠાઇ (લુઝ) અને ચોકલેટ બરફી (લુઝ), ન્યુ મોર્ડલ બેક શોપ, બોરસદ ખાતેથી તલવાળી કુકીસ (લુઝ) અને નાનખટાઇ (લુઝ), શિવમ પેંડા, બોરસદ ખાતેથી ડ્રાયફુટ લડ્ડુ સ્વીટ (લુઝ) અને થાબડી પેંડા સ્વીટ (લુઝ) તેમજ પ્રયોશા સ્વીટ & ફરસાણ માર્ટ, બોરસદ ખાતેથી કેસરી પેંડા મીઠાઇ (લુઝ) અને મીક્ષ ચવાણુ નમકીન (લુઝ) ના નમુના લઈ તમામ નમુનાઓને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝિગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews