આણંદ મારુતિ સોલારીસમાં આવેલ ઇન્ફિનિટી ટેમ્પટેશનનો મલેશિયન નુડલ્સનો નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર

0
269
વાત્સલ્યમ્ સમાચાર

મારુતિ સોલારીસમાં આવેલ ઇન્ફિનિટી ટેમ્પટેશનનો મલેશિયન નુડલ્સનો નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર

 

 

 

પેઢીના માલિકને રૂ. ૫૦,૦૦૦ અને ફુડ બિઝનેસ ઓપરેટરને રૂ. ૨૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો

 

 

 

તાહિર મેમણ : આણંદ 21/11/2023- મંગળવાર :: આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા ઇન્ફિનિટી ટેમ્પટેશન, ૧૨૪, મારુતિ સોલારીસ, આણંદ ખાતેથી મલેશિયન નુડલ્સ લુઝ (તૈયાર ફૂડ) ની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટશ્રી, ભુજને મોકલવામાં આવેલ જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

 

આમ, સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોઇ આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ -૫૧ હેઠળ ઇન્ફિનિટી ટેમ્પટેશન, ૧૨૪, મારુતિ સોલારીસ, આણંદના ફૂડ બિઝનેસ ઓપરેટર શ્રી પ્રશાંતકુમાર કનૈયાલાલ નાયકને રૂપિયા ૨૫,૦૦૦ અને વેન્ડર પેઢીના માલિક શ્રી અમિતકુમાર રાનપરને રૂપિયા ૫૦,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews