આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હસ્તક પડી રહેલ વાહનોના વાલી-વારસોએ સંપર્ક કરવો
તાહિર મેમણ આણંદ, 10/11/2023- શુક્રવાર :આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ઘણા વર્ષોથી ગુનાના કામે મળી આવતા કબજે કરવામાં આવેલા ટુ વ્હિલર, રીક્ષા, ફોર વ્હિલર, આઈસર તેમજ સ્કુટર પ્રકારના કુલ ૧૮ વાહનો પડ્યા છે, જે અન્વયે સદરહુ વાહનોના માલીકોને નોટીસથી જાણ કરવા છતા આ વાહનોને આજદીન સુધી કોઈ છોડાવી ગયેલ નથી તથા નામદાર કોર્ટમાં રીપોર્ટ કરતા મળેલ નથી. જેથી આવા વાહનોની હરાજી કરી અને ઉપજેલ નાણા સરકારમાં જમા કરાવવામાં આવશે. જેથી આ વાહનોના જો કોઇ વાલી વારસ હોય તો તેમણે દીન-૭ માં જરૂરી આધાર દસ્તાવેજો સાથે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો (મો.નં.૯૫૮૬૧૮૧૬૧૬) સંપર્ક કરવો. જો વાહનના કોઈ વાલી-વારસ દ્વારા આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં નહી આવે તો સદરહુ વાહનોની હરાજી કરી નિકાલ કરવામાં આવશે.