0%

નસવાડી તાલુકાના આનંદપુરી ગામે પ્રાથમિક શાળાના શિક્ષક લલ્લુભાઈ દલકાભાઈ રાઠવાનો વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

મુકેશ પરમાર,,, નસવાડી

નસવાડી તાલુકાના આનંદપુરી ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક લલ્લુભાઈ દલકાભાઈ રાઠવાજીનો વયનિવૃત્તિ નિમિત્તે વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ હોદ્દેદારો, છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નસવાડી તાલુકાના હોદ્દેદારો તેમજ નસવાડી ગ્રુપના શિક્ષકમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સૌ શિક્ષકમિત્રો દ્વારા શ્રી લલ્લુભાઈનું ફૂલહાર, પુષ્પગુચ્છ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તથા શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના લાંબા શૈક્ષણિક સેવાકાળ અને શિક્ષક તરીકેના યોગદાનને યાદ કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

વયનિવૃત્તિ એ જીવનની એક નવી શરૂઆત છે. ત્યારે શ્રી લલ્લુભાઈ દલકાભાઈ રાઠવાજીનું આવનારું નિવૃત્ત જીવન સુખમય, આનંદમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય રહે તથા તેઓ જીવનની નવી ઇનિંગ પરિવારજનો સાથે હર્ષોલ્લાસથી માણે તેવી હૃદયપૂર્વકની અઢળક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપી હતી

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

શહેર પસંદ કરો

જિલ્લા