વાત્સલ્યમ્ સમાચાર
પીએનડીટી અમલીકરણ ઘનિષ્ઠ કરવાના સઘન પ્રયાસ કરવા વિચાર વિમર્શ કરાયા.
ભરૂચ:મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી.
આ મીટીંગમાં અગાઉની મીટીંગમાં પીસી-પીએનડીટી એક્ટ હેઠળ રીન્યુઅલ હોસ્પિટલનું નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.વધુમાં તાલુકા હેલ્થ ઓફિસરને આપવામાં આવતા ઈન્સ્પેકશન ઓર્ડર મુજબ ઓગષ્ટ થી સપ્ટેમ્બર- ૨૦૨૩માં કુલ-૯૬ ( છન્નુ) હોસ્પીટલ/સંસ્થાના ઈન્સ્પેકશન કરવામાં આવેલ છે.આ ઉપરાંત ટેકો પ્લસ મુજબ જન્મ જાતિ પ્રમાણદરની પણ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. વધુમાં પીએનડીટી અમલીકરણ ઘનિષ્ઠ બનાવવા માટે કમિટીના સભ્યોએ ચર્ચા કરી હતી.
આ મીટીંગમાં કમીટીના ચેરપર્સન શ્રીમતી વાસંતીબેન દિવાનજી તથા કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.