અરવલ્લી : ભિલોડા બસ સ્ટેશનમાં CCTVના અભાવે ખિસ્સા કાતરુઓ બેફામ,સ્થાનિક વેપારીના ખિસ્સામાંથી 25 હજાર સેરવી લીધા

0
230
વાત્સલ્યમ્ સમાચાર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : ભિલોડા બસ સ્ટેશનમાં CCTVના અભાવે ખિસ્સા કાતરુઓ બેફામ,સ્થાનિક વેપારીના ખિસ્સામાંથી 25 હજાર સેરવી લીધા

*ભિલોડા બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરુઓ અને ચેઇન સ્નેચરોના આતંકથી મુસાફરોમાં ફફડાટ, બસ સ્ટેશનમાં પોલીસ પોઇન્ટ ઉભો કરવા લોકમાંગ*

IMG 20231120 WA0014

અરવલ્લી જીલ્લાના મોટાભાગના બસ સ્ટેશન વિસ્તારમાં ખિસ્સા કાતરુઓ અને પાકીટમાર ગેંગનો અડીંગો જોવા મળી રહ્યો છે બસ માં ચઢતા-ઉતરતા અનેક મુસાફરોના ખિસ્સા સતત કપાઈ રહેવાની સાથે પાકીટ અને મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ભિલોડા બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ખિસ્સા કાતરુઓ બિન્દાસ્ત મુસાફરોના ખિસ્સા કાપી રૂપિયા સરકાવી રહ્યા છે ભિલોડા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે ભિલોડા પોલીસે બસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓને મુસાફરોની સુરક્ષા માટે સતત સીસીટીવી કેમેરા લગાવવા લેખિત જાણ કરી હોવા છતાં સીસીટીવી કેમેરાના અભાવે મુસાફરો લૂંટાઈ રહ્યા છે

ભિલોડા બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરુઓ અને ચેઇન સ્નેચરોનો દિન-પ્રતિદિન આતંક વધતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ભિલોડામાં મોબાઈલના વેપારી સતિષભાઈ લઢ્ઢા તેમની પુત્રીને ભિલોડા- સોમનાથ બસમાં બેસાડવા આવ્યા હતા દિવાળીના તહેવારોના પગલે બસ સ્ટેન્ડમાં ભારે ભીડનો લાભ ઉઠાવી ખિસ્સા કાતરુંએ સતિષભાઈ લઢ્ઢાના ખિસ્સામાંથી 25 હજાર રૂપિયા આંખના પલકારાની માફક સેરવી લેતા વેપારીને જાણ થતા બુમાબુમ કરી મૂકી હતી વેપારી કઈ સમજે તે પહેલા ખિસ્સા કાતરું કળા કરી પલાયન થઇ ગયો હતો વેપારી હોંફાળો ફોંફાળો બન્યો હતો બસ સ્ટેશનમાં રહેલા અન્ય મુસાફરો પણ ફફડી ઉઠ્યા હતા અને પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો ભિલોડા પોલીસ દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews