૨૭-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- લાલન કોલેજમાં યોજવામાં આવેલ “સિદ્ધિ ને સલામ”, કાર્યક્રમમાં લાલન કોલેજના ચોથા વર્ગના નિવૃત કર્મચારી શ્રી કેશરબેન ભીમજીભાઈ મહેશ્વરી દ્વારા દર વર્ષે લાલન કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી T.Y. B.Sc. માં ગણિત વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિધાર્થીઓને ઈનામો આપવાની જાહેરાત કરેલ છે. પરંતુ આ વર્ષે અનિવાર્ય કારણોસર તેઓ કોલેજના આ કાર્યક્રમમાં હાજર રહી શકેલ ન હતા. એમની અનઉપસ્થિતિમાં એમના વતી એમના શિક્ષક પુત્ર સુનિલભાઇ મહેશ્વરી દ્વારા લાલન કોલેજમાં અભ્યાસ કરતા અને તૃતિય વર્ષ બી.એસ.સી. ગણિત વિષયના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિધાર્થીઓને સન્માનિત કરી, ઈનામો આપી પ્રોત્સાહિત કરેલ હતા. ગણિત જેવા અઘરા વિષયમાં વધુ અને વધુ વિધાર્થીઓ જોડાય એ ઇનામ આપવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. આ ઈનામો કાયમ માટે એમના માતૃશ્રીના નામથી ચાલુ જ રહેશે અને વિધાર્થીઓ ભણીને આગળ વધે અને ઉચ્ચ હોદાઓ પર બિરાજમાન થાય એવા ઉમદા ઉદ્દેશથી આ શિક્ષણની જ્યોત કાયમ ચાલુ રહેશે એવુ સુનિલભાઇ મહેશ્વરી દ્વારા શુભેચ્છાઓ આપતા જણાવવામાં આવેલ હતુ. આ કાયૅક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જોરાવરસિંહજી રાઠોડ તેમજ ક્ચ્છ યુનિવર્સિટી રજીસ્ટાર બુટાણી સાહેબ, લાલન કોલેજના પ્રાચાર્ય શ્રી ઝાલા સાહેબ અને રાજેન્દ્રસિંહજી જાડેજાએ પ્રેરક હાજરી આપી સૌ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.