વાત્સલ્યમ્ સમાચાર
છોટાઉદેપુર: તા. ૨૦ નવેમ્બર
છોટાઉદેપુરનાં તેજગઢ મૂકામે રાજ્યકક્ષાનાં અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં છોટાઉદેપુર વિધાનસભાનો દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ રાઠવા, સાંસદ સભ્યશ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ટ્રાઈફેડ ચેરમેન રામસિંહ રાઠવા તેમજ તાલુકા પ્રમુખો પણ હાજરા રહ્યા હતા.
સ્નેહ મિલન સંમેલનમાં સ્વાગત પ્રવચન કાલુભાઈ નાયકા દ્વારા કરાયું હતું. આ ઉપરાંત છોટાઉદેપુર પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહ પરમારે એ નવા વર્ષ નિમિત્તે લોકો સુખમય, આનંદમય, નીરોગી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.