ચોટીલા‌ હાઇવે પર ભીમગઢ જવાના કાચા રસ્તા પાસે વિદેશી દારૂનો ટ્રક ઝડપાયો.

0
193
વાત્સલ્યમ્ સમાચાર

તા.26/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરIMG 20231025 213931

વિદેશી બોટલો નં.1680 તથા બિયર ટીન નં. 5,880 તથા ટ્રક સહિત મોબાઇલ મળી કુલ કિ.રૂ.17,23,000 ના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ભીમગઢ ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે હાઇવે રોડ ઉપર ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે જે જાડેજા પો.હે.કો પ્રતાપભાઇ ખાચર તથા સરદારસિંહ બારડ વોચમાં હતા તે દરમ્યાન એક ટ્રક સફેદ કલરના મોરાવાળો ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક નં.જીજે 17 એક્સ એકસ 1687 વાળો રાજકોટ તરફ જવા નિકળતા તેને સાઇડમાં લઇ ટ્રક ઉભો રખાવતા સદર ટ્રકના ડ્રાઇવર હનુમંત દત્તુ શિદે મરાઠા રહે તલવાડ તા.આટપાડી સાંગલીવાળો હાજર મળી આવેલ અને ટ્રકમા તપાસ કરતાં તેમા સોયાબીજનુ તેલ ભરેલ હોવાનું જણાવી અને શર્મા ટ્રાંસપોર્ટની હરીયાણાની બિલ્ટી બતાવેલ ત્યાર બાદ ઇસમને સાથે રાખી ટ્રકનો પાછળનો દરવાજો ખોલી જોતા ટ્રકમાં ખાખી કલરના વિદેશી દારૂની પેટીઓ ભરેલ જોવામાં આવેલ જે ટ્રકમાંથી અલગ અલગ બ્રાંડનો વિદેશી દારૂની કંપની શીલબંધ બોટલો નં.1680 કિ .રૂ.6,30,000 તથા બિયર ટીન નં.5,880 કિ.રૂ.5,88,000 તથા મોબાઇલ નં.1 કિ.રૂ.5000 કુલ મળીને કિ.રૂ.17,23,000 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews