તા.21/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા DCW સર્કલ ઉપર આવેલી એનેક્ષી પાન ઉપર પણ આવી ફિલ્મી ઢબે મારજુડ ઘટના જોવા મળી હતી જેમાં એનેક્ષી પાનના માલિક નિઝામભાઈ ઘાંચી તેમના નાનાભાઈ અર્શ ઘાંચી અને કાકાના દીકરા અવેશ ઘાંચી ઉપર 10 લોકોના ટોળાએ હીંચકારો હુમલો કરી ઘાયલ કરી નાસી છૂટ્યા હતા જો કે દુકાનમાંથી વસ્તુ બાકી દેવા બાબતે અગાઉ પણ ઝગડો થયો હતો ત્યારે ફરી એકવાર બાકીમાં વસ્તુ નહી મળતા દુકાન માલિક ઉપર હુમલો કરાયો આરોપી સબીર કાસમ જામ, સલીમ કાસમભઈ જામ, અલ્તાફ આલાનાભાઈ જામ, સબીર કાસમનો દીકરો, સાઉદી મેજરભાઈ, આલાનાભાઈ જામ, સાહિલ સલીમભાઈ, અમીનાબેન કાસમભાઈ, સલમાબેન સલીમભાઈ, મુસ્કાન બેન સલીમભાઈ સહીત મહિલા અને પુરુષ થઇ દશ લોકોના ટોળા દ્વારા ઇકો કારમાં એનેક્ષી પાન પહોંચી નિઝામભાઈ, અર્ષભાઈ અને અવેશભાઈ ઉપર ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી જેમાં અર્શ ઘાંચીને માથાના ભાગે તેમજ અવેશ ઘાંચીને જમણા પગની ઢાંકની અને નિઝામભાઈને હાથ ઉપર ફેક્ચર થતા તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા હાલ ફરિયાદી નિઝામભાઈ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.