ધ્રાંગધ્રાના ખેડૂતોને સિંગલ ફેજમાં પાવર આપો – MLA

0
166
વાત્સલ્યમ્ સમાચાર

તા.25/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરIMG 20231025 165320

તમામ તાલુકાઓમાં સિંગલ ફેજ પાવર આપવામાં આવે છે ધ્રાંગધ્રાને કેમ બાકાત રાખવામાં આવે છે..? વ્હાલા દવલાની નીતિ બંધ કરો જે કરો એ તમામ તાલુકાઓને સરખું મળે તેમ કરો નહિતર એક પણ તાલુકાનું ન કરોIMG 20231025 165329

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના તાલુકાઓમાં ખેડૂતોને સિંગલ ફેજ પાવર આપવામાં આવી રહ્યો છે પરંતુ આ જ પાવર ધાંગધ્રા પંથકના ખેડૂતોને નથી મળી રહ્યો ખાસ કરીને રાત્રી દરમિયાનના સિંગલ ફેઝ પાવર ન મળતો હોવાના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે સિંગલ ફેઝ પાવર આવે તો તેનો લાભ ખેડૂતો લઈ અને રાત્રે પણ પાવરનો ઉપયોગ કરી શકે છે અને વીજળી વપરાશ કરી શકે છે ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારમાં આવેલા ખેતરોમાં રહી અને કામ કરતાં ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તો રાત્રે તેમના ઘરમાં અજવાળા થઈ શકે તેવી પરિસ્થિતિ છે સુરેન્દ્રનગર જિલ્લા વીજ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામડાઓમાં સિંગલ ફેજ પાવર આપવામાં આવે છે ખાસ કરીને વઢવાણ પાટડી તેમજ ચોટીલા લીંબડી પંચકના ખેડૂતોને સિંગલ ફેજ લાઈટ થી પાવર આપવામાં આવે છે જેને લઇને ખેડૂતો રાત્રી દરમિયાન પણ પોતાના ઘરમાં ખેતરમાં રહી અને લાઈટ કરી શકે છે અને આ લાઈટનો ઉપયોગ પણ કરી શકે છે તેને લઈને રાત્રિ દરમિયાન આવતા જીવંત ઝેરી જનાવરોથી બચી શકે છે અને ખાસ કરીને યોગ્ય રીતે પંખા તેમજ લાઇટની વ્યવસ્થા જે ખેતરમાં બનાવવામાં આવેલ મકાન હોય ત્યાં વ્યવસ્થા ઉભી કરી શકે છે હવે વાત એવી છે કે ધાંગધ્રા પંથકને સિંગલ ફેજ પાવરમાંથી વીજ વિભાગે બાકાત રાખ્યો છે કે જેને લઈને આ પંથકના ખેડૂતોને રાત્રે પાવર નથી મળતો વાડી વિસ્તાર હોવાના કારણે ત્યાં રાત્રિ દરમિયાન ઘર બનાવેલા હોય તો ત્યાં અંધારામાં જ રહેવું પડી રહેવું છે આ મામલે જિલ્લા કલેકટર ની ઉપસ્થિતિમા ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સુરેન્દ્રનગર વીજ વિભાગને ટકોર કરી હતી અને આ મુદ્દે જણાવ્યું હતું કે અગામી દિવસોમાં ધાંગધ્રામાં તાત્કાલિક ધોરણે ખેડૂતોને સિંગલ ફેજથી પાવર મળવો જોઈએ વઢવાણ લીંબડી ચોટીલા સહિતના જે તાલુકાઓ છે ત્યાં ખેડૂતોને સિંગલ પાવર મળે છે તો ધાંગધ્રામાં કેમ નથી મળતો તેવા પ્રકારના સવાલો સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં વીજ વિભાગને પૂછ્યા હતા પરંતુ વીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે મૌન સેવી લેવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આજે આ લાઈટનો પાવર છે સિંગલ ફેજનો પ્રશ્ન છે તે ધાંગધ્રામાં સોલ્વ કરી દેવાની ખાતરી આપવામાં આવતા આ મામલો શાંત પડ્યો હતો પરંતુ પ્રશ્ન એ છે કે ધાંગધ્રામાં જ કેમ વાલા દવલાની નીતિ રાખવામાં આવી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews