ભારત સરકાર દ્વારા સબનેશનલ ઈમ્યુનાઈઝેશન ડે તરીકે ગુજરાત રાજ્યના જિલ્લાઓ નક્કી થયેલા છે. જેમાં દેવભૂમિ દ્વારાકા જિલ્લામાં ૧૦મી ડીસેમ્બર – ૨૦૨૩ના રોજ પોલીયો રાઉન્ડની કામગીરી કરવામાં આવશે. જેના આયોજન માટે જિલ્લા કક્ષાએ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, તમામ પ્રા.આ.કે/શ.પ્રા.આ.કેના મેડીકલ ઓફિસરશ્રી અને સુપરવાઈઝરશ્રી, તાલુકા સુપરવાઈઝરશ્રીઓને જરૂરી માર્ગદર્શન WHOના SMOશ્રી ડો.વિનયકુમાર દ્વારા આપવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી.ધાનાણી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેશ ભંડેરી, તથા RCHOશ્રી ડો.ચિરાગ ધુવાડ દ્વારા પોલીયો રાઉન્ડની કામગીરીમાં ૦ થી ૫ વર્ષનું એકપણ બાળક બાકી ના રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને આગામી ૧૦ ડીસેમ્બર ૨૦૨૩ના રોજ પોલીયોની રસીના ટીપા પીવડાવવામાં આવશે જેનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મિતેશ ભંડેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.