સલમાન ખાનની ફિલ્મ તેના ફેન્સ માટે કોઈ તહેવારથી ઓછી નથી હોતી. સલમાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ટાઈગર 3’ને લઈને પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ‘ટાઈગર 3’ 12મી નવેમ્બરના રોજ રીલિઝ થતા જ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ‘ટાઈગર 3’ ફિલ્મ વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. ફિલ્મે શરૂઆતના દિવસે કુલ 44.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
જણાવી દઈએ કે સલમાન ખાનની આ ફિલ્મે પહેલા દિવસની કમાણીના મામલે શાહરૂખ ખાન અને પ્રભાસની પાછલી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. હા, પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી 2’ એ તેના ઓપનિંગ ડે પર 41 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે કિંગ ખાનની ‘હેપ્પી ન્યૂ યર’નું ઓપનિંગ ડે કલેક્શન 42.62 કરોડ રૂપિયા હતું.
સલમાનની ફિલ્મ ટાઈગર-3ની કમાણીની વાત કરવામાં આવે તો ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આમ છતાં ટાઈગર 3 હજુ પણ કેટલીક ફિલ્મોથી પાછળ રહી ગઈ છે. પ્રથમ દિવસની કમાણીની યાદીમાં પહેલું નામ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું આવે છે. જવાને પહેલા દિવસે 65.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પઠાણે શરૂઆતના દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય યશની ફિલ્મ KGFએ 53.95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે હૃતિક રોશનની વૉરનું પ્રથમ દિવસનું કલેક્શન 51.6 કરોડ રૂપિયા હતું. તમને જણાવી દઈએ કે આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાને 50.75 કરોડની કમાણી કરી હતી.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ટાઈગર 3 એ વિશ્વભરમાં 94 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને સિનેમાના ઈતિહાસમાં આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે, જેણે દિવાળીના દિવસે સૌથી વધુ બિઝનેસ કર્યો છે.