નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી નોરતા નું આયોજન કરવામાં આવે છે.અને આ વર્ષે પણ નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં ગઈકાલે દશેરાના છેલ્લો દિવસે મહાઆરતી નું આયોજન કરેલ હતું. અને એ ગ્રુપ અને બી ગ્રુપ ની બાળાઓ દ્વારા સુંદર મજાના રાસ રજૂ કરેલ તથા છેલ્લે જનરલ રાસનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા બાળાઓને ઇનામો વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ લાલાભાઇ સોની તથા વિમલભાઈ સોની દ્વારા બાળાઓને સોનાનો દાણો આપવામાં આવેલ હતો. બંસીધર હોટલ તથા નમસ્તે હોટલ દ્વારા ટિફિન વિતરણ કરવામાં આવેલું હતું. સ્વદેશી ઓઇલ મીલ દ્વારા આર્યુવેદિક ટોપરેલ તેલ અને પેડા નું વિતરણ કરવામાં આવેલ. તેમજ અન્ય દાતાઓ દ્વારા લ્હાણી વિતરણ કરવામાં આવેલ. આ તકે સમગ્ર નવ દિવસ દરમિયાન તન, મન અને ધનથી સેવા આપનાર દાતાઓનું શ્રી નવદુર્ગા ગરબી મંડળ, પ્રભાસ નગર (દ્વારકેશ પાર્ક) દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવેલ હતી અને સમૂહમાં લોકોએ મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી માતાજીના આશીર્વાદ લીધા હતા.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ