શ્રી સોમનાથ ખાતે યોજાનાર કાર્તિકી પૂર્ણિમા મેળા-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથ અધિક જિલ્લા કલેકટર બી.વી.લીંબાસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
અધિક કલેક્ટર બી.વી.લીંબાસિયાએ શ્રી સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો તા.૨૨ નવેમ્બરથી તા.૨૬ નવેમ્બર સુધી યોજાનાર છે. આ મેળામાં વહીવટી તંત્ર દ્વારા ફાયર ફાઈટર, પ્રવાસન સહાયતા કેન્દ્ર, પાણીની વ્યવસ્થા, વિજળીની વ્યવસ્થા તેમજ જાહેર આરોગ્યની જાળવણી, સ્વચ્છતા સહિતની બાબતે વિસ્તૃત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને અધિક કલેક્ટર દ્વારા મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફિક નિયમન સહિતના વિવિધ બાબતો અંગે સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ માર્ગદર્શિત કર્યા હતા.આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા જીતેન્દ્ર અગ્રવાલ, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, આરોગ્ય અધિકારી રોય, આર એન્ડ બી ના કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા, વેરાવળ શહેર મામલતદાર શામળા, પીજીવીસીએલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ