Gir Somnath : કાશી વિશ્વનાથની થીમ પર સોમનાથ માં આકાર લેશે કોરીડોર

0
320
વાત્સલ્યમ્ સમાચાર

ડિઝાઇન લગભગ તૈયાર, હવે વડાપ્રધાન ફાઈનલ કરે એટલી વાર ! ટૂંક સમયમાં જ આ ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ જશે એ પછી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મૂકવામાં આવશે. વડાપ્રધાનની મંજૂરી મળે એટલે 2024માં કોરિડોરનું કામ શરૂ થઈ જાય એવી પૂરી શક્યતા છે.

કોરીડોર પ્રોજેકટના 500 થી વધુ ખાનગી મીલકતો દૂર કરવા કરાશે કવાયતવૈશ્ર્વીકસ્તરના પ્રોજેકટથી મીલકતોના ભાવ રાતોરાત આસમાનેકાશીવિશ્વનાથની તર્જ પર સોમનાથ કોરિડોરનો પ્લાન લગભગ પૂર્ણ : પીએમ મોદીની મંજૂરી બાદ 2024માં કામ શરૂ થઇ શકે છે. સરદાર પટેલની ઐતિહાસિક તસવીરો અને રાણી અહલ્યાબાઇ વખતના અવશેષો વોક-વેની બંને બાજુ પ્રદર્શિત કરાશે સૌરાષ્ટ્ર સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ હવે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની માફક જ કોરિડોર બનાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને આખરી ઓપ અપાઇ રહ્યો છે.કોરિડોરનો વિસ્તાર સોમનાથ મંદિરથી ઉત્તર તરફ અને પૂર્વ તરફ 1 કિ.મી. ત્રિજ્યાના ભાગને આવરી લઇ હમીરજી ગોહિલની પ્રતિમા સુધી હશે. કોરિડોરના નિર્માણમાં વચ્ચે આવતા કોમર્શિયલ, રહેણાક સહિત નાના-મોટા 500થી વધુ બાંધકામો દૂર કરાશે. જોકે, આ મિલકતધારકોને જંત્રીની કિંમતથી પણ વધુ રકમ ચૂકવવામાં આવે તેવી પૂર્ણ શક્યતાઓ છે. સોમનાથમાં આ કોરિડોર બનાવવા માટેની ડિઝાઇન પણ લગભગ તૈયાર થઈ જવા આવી છે, પ્રભાસપાટણમાં રહેલી ટ્રસ્ટની જમીન સુધીનો નકશો બની રહ્યો છે. પ્રથમ તબક્કાના ભાગરૂપે બસ સ્ટેન્ડ ટૂંક સમયમાં જ અહીંથી ફેરવવામાં આવે તેવી પ્રબળ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. કોરિડોરમાં યાત્રીઓને લગતી તમામ સુવિધાઓ સાથે ઓટોમેટિક એરેજ્ડ પાર્કિંગ બનશે ઉપરાંત વોક-વેની બંને તરફ સરદાર પટેલની ઐતિહાસિક તસવીરો તેમજ રાણી અહલ્યાબાઇ સમયના અવશેષો પ્રદર્શિત કરાશે. કોરિડોર નિર્માણના પગલે મંદિર ફરતેના વિસ્તારમાં જમીનોના ભાવ એક વર્ષમાં ડબલ થઇ ગયા છે.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાક ગીર સોમનાથ

girshomnath01 girshomnath

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews