પંચમહાલ
રિપોર્ટર નિલેશકુમાર દરજી શહેરા
ગોધરા શહેર માં અતિ સુંદર વ્યવસ્થા સભર પંચમહાલ જિલ્લા પોલીસ તેમજ પંચમહાલ જિલ્લા સેફ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગરબા ભવ્ય સફળ રહ્યા હતા જે ગરબા ગોધરા ના ન રહેતા સમગ્ર પંચમહાલ જિલ્લા ના સૌથી વિશાળ સંખ્યા ના ગરબા અને સૌ થી મોટા ગરબા હજારો ખેલૈયાઓ એ ગરબા માણ્યા અને હજારો પ્રેક્ષકો એ નિહાળ્યા. સુંદર લીલી ઘાસની હરિયાળી વાળું વિશાળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ભવ્ય લાઈટ ડેકોરેશન, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને પંચમહાલ જિલ્લા નું પ્રખ્યાત ક્લાવૃંદ ગોપાલ પટેલ નું શ્રીજીસૂર ક્લાવૃંદ ના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર આયોજન જિલ્લા ડીઆઈજી શ્રી આર વી અસારી સાહેબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ તેમજ ડી વાય એસ પી શ્રી પી આર રાઠોડ તથા એસ બી કંપાવત સાહેબ તેમજ એલસીબી પી આઈ શ્રી એન એલ દેસાઈ એસોજી પીઆઈ આર એ પટેલ એ ડિવિઝન પીઆઈ એ આર પલાસ બી ડિવિઝન પીઆઇ જી એ ડામોર અને પી આઈ મયુર કોટડીયા સહિત સમગ્ર પોલીસ અધિકારી કર્મચારી દ્વારા ભવ્ય દિવ્ય માતાજી ના નવરાત્રી મહોત્સવ નું આયોજન કરાયું હતું.
જેમાં પ્રશાસન ના કલેકટર આશિષ કુમાર સહિત સમગ્ર ઉચ્ચ અધિકારીઓ પરિવાર સહિત અને નામાંકિત પોલીસ અધિકારીઓ પણ લોકો સાથે લોકો ની વચ્ચે ગરબા રમી ને આનંદ લીધો હતો જેના કારણે આ ગરબા એ સૌ નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.સમગ્ર આયોજન જિલ્લા પોલીસ વડા શ્રી હિમાંશુ સોલંકી ની કુશળ કામગીરી ના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું અને ચોથા દિવસે જ આ ગ્રાઉન્ડ નાનું પડતા જ ડીઆઈજી શ્રી આર વી અસારી સાહેબ ના માર્ગદર્શન થી ગ્રાઉન્ડ માં જ બીજી વધારે જગ્યા ને સરખી કરાવી એક્સ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ સાથે ગ્રાઉન્ડ ને વધુ વિશાળ કરતા તે પણ ખેલૈયા ઓ થી ભરાઈ જતા આ ગરબા એટલે પંચમહાલ મહીસાગર અને દાહોદ આ ત્રણેય જિલ્લા માં સૌ થી મોટા ગરબા તરીકે સ્થાન પ્રાપ્ત કરે છે અને ગરબે રમતા લોકો ને અને ગરબા નિહાળતા પ્રેક્ષકો ને કોઈપણ જાત ની અગવડ ન પડે તે માટે એલસીબી પી આઈ એન એલ દેસાઈ સાહેબ બાઝ નજર રાખી રહ્યા હતા અને આ બધા જ ખેલૈયા અને પ્રેક્ષકો તેમજ સમગ્ર પોલીસ પરિવાર સહિત લોકો ને શ્રીજીસૂર ક્લાવૃંદ ના ગોપાલ પટેલ, પરાગ પટેલ અને ખુશ્બૂ પટેલે પોતાના સુમધુર કંઠ દ્વારા ખેલૈયાઓ ને મન મૂકી ગરબા રમાડી ને રમઝટ બોલાવી હતી….