BANASKANTHAGUJARATPALANPUR

અંબાજીમાં મીડિયા કર્મીઓ દ્વારા આજે અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર 31 ગજની ધ્વજા રોહન કરવામાં આવી

30 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા મીડિયા કર્મીઓ દ્વારા મંદિરના સુવર્ણ શિખર ઉપર 31 ગજની ધ્વજા રોહણ કરવામાં આવી હતી જોકે અંબાજી પહોંચેલા મીડિયા કર્મીઓ 51 શક્તિપીઠ સર્કલથી માં અંબેના જય ગોસ સાથે ઢોલ નગારા ના તાલે પગપાળા અંબાજી મંદિર પહોંચી સંજય રાવલના ડાકલા સાથે મા અંબાને ધજા અર્પણ કરવામાં આવી હતી ઢોલ નગારા સાથે માતાજીને મંદિરે પહોંચી માં અંબે ને પગે લગાડી તમામ પત્રકાર મિત્રો દ્વારા મંદિરના સુવર્ણ શિખરે ચડાવવામાં આવી હતી આ ધજા રોહન કાર્યક્રમને સફળ બનાવવા મીડિયા કર્મીઓના આગેવાન રમેશભાઈ ગોહિલ દ્વારા આ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પત્રકાર મિત્રો અંબાજી પહોંચીને ધ્વજા રોહન ના કાર્યક્રમને પરિપૂર્ણ કર્યો હતો ને માતાજી ને નત મસ્તક થઈ માં અંબાને તમામ મીડિયા કર્મીઓ તેમજ તેમના સહચર મિત્રોના સ્વાસ્થ્ય અને સુખાકારી સારી રાખે તેવી મા અંબાને પ્રાર્થના કરી હતી મંદિરના સુવર્ણ શિખરે આ પ્રસંગે અંબાજી ના અગ્રણી પત્રકાર મહેન્દ્ર અગ્રવાલ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button