ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ પોલીસ સતર્ક, શામળાજી મંદિર સહીત જાહેર સ્થળોએ ચેકીંગ,શાંતિ બેઠક યોજી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ પોલીસ સતર્ક, શામળાજી મંદિર સહીત જાહેર સ્થળોએ ચેકીંગ,શાંતિ બેઠક યોજી

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને પગલે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શામળાજી મંદિર સહીત જાહેર સ્થળોએ સઘન ચેકીંગ હાથધરવામાં આવ્યું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજી હતી

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલની સુચના અને માર્ગદર્શન આધારે શ્રીરામ જન્મભૂમી અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે શામળાજી મંદિર,મેશ્વો ડેમ સહીત જાહેર સ્થળોએ BDDS ટીમ, QRT ટીમ, ડોગ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ જીલ્લા એસઓજી,એલસીબી અને પોલીસતંત્ર એલર્ટ બન્યું છે તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજી હતી

[wptube id="1252022"]
Back to top button