BANASKANTHAGUJARATPALANPUR

આંગણવાડી કેન્દ્રો ના બાળકો દ્વારા રામલલ્લા ની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઊજવણી કરાઈ

18 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

પાલનપુર તાલુકાના વેડંચા-૨ ના હોડા ,ખસા ના આંગણવાડી કેન્દ્રો દ્વારા અયોધ્યા રામ મંદિર ની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉત્સવ ના ભાગ રૂપે આંગણવાડી ના નાના ભૂલકાંઓ દ્વારા ભગવાન રામ. સીતામાતા. લક્ષ્મણ. જટાયુ. રાવણ. સબરી. હનુમાનજી. સાધુ નો વેશભૂષા કરી ભૂલકાંઓ એ ગ્રામજનો. વાલીઓ પધારેલ સૌ ને ચોકાવ્યા હતાં કારણ કે આટલી નાની ઉંમરે આવુ ટેલેન્ટ અને આજના કળયુગ માં જ્યાં બાળક ને રમવા માં મગ્ન હોય ત્યાં આજે આ બાળકો ભગવાન રામજી ના જીવનની દરેક કષ્ટો એક નાટક સ્વરૂપે આવનાર દરેક ભાઇઓ બાહેનો ને એક ભગવાન રામજી ના જીવન નું રસપાન કરાવ્યું હતું.બાળકો દ્રારા એક ભગવાન રામ પ્રત્ય નો પ્રેમ એને અયોધ્યા માં થનાર ભવ્ય ઉત્સવ ની વાત સાથે આંગણવાડી કેન્દ્રો ની કાર્યકર બહેનો. હેલ્પર બેનો એ ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં ખાસ પ્રાથમિક શાળા ના આચાર્ય સરપંચ દ્વારા દરેક ના ઘરેદીપાવલી જેવો પ્રસંગ ઉજવો એવી પ્રેરણા આપી હતી.આ કાર્યક્રમ પાલનપુર આઇ. સી. ડી. ઍસ વિભાગ ના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં આઈ.સી.ડી.એસ વિભાગ ના સુપરવાઈઝર. મંજુલાબેન. રંજનબેન. ખસા સરપંચ શ્રી. પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી. ગ્રામજનો હાજર રહી રામ લલ્લા ની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button