ARAVALLIGUJARATMEGHRAJ

ઈસરી : શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત ઇસરી હાઈસ્કૂલ ખાતે ૭૫ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ઈસરી : શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત ઇસરી હાઈસ્કૂલ ખાતે ૭૫ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ ઇસરી હાઈસ્કૂલ ખાતે ૭૫ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં મંડળના પ્રમુખ મોતીભાઈ ના અધ્યક્ષ સ્થાને તેમના હસ્તે ધ્વજવંદન વંદન કરવામાં આવ્યું ત્યારબાદ ઇસરી પ્રાથમિક શાળાના વિધાર્થીઓ અને ઇસરી હાઈસ્કૂલના વિધાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં શાળા પરિવાર દ્વારા આચાર્ય કમલેશભાઈ પંચાલ એ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું અને દરેકનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો જેમાં ગરબા, નૃત્ય, પિરામિડ, દેશભક્તિ ગીત,વકૃત્વ, નાટક, જેવા વિવિધ કાર્યક્રમમાં રાખવામા આવ્યા હતા જેમાં ગ્રામજનો સહીત આજુબાજુના ગામના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને નિહાર્યો હતો, વધુમાં મંડળના મંત્રી શૈલેષભાઇ પટેલ સહીત કારોબારી કમિટી, ઇસરી પ્રાથમિક શાળાનો પરિવાર તેમજ ઇસરી હાઈસ્કૂલનો શાળા પરિવાર દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button