GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકાના વાવ ખાતે પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપન આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ફાઇનલ મેચમાં કોળી સમાજ ચેમ્પિયન બની હતી

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના પર્વ નિમિત્તેઆંતર સમાજનું ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલની અંતિમ મેચમાં કોળી સમાજ ચેમ્પિયન રહી હતી આજના આધુનિક યુગમાં દરેક સમાજના યુવાનોમાં એકતા રહે અને એકબીજાના પરિચયમાં તેહવા માટે એક માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ માધ્યમ છે ત્યારે ખેરગામ તાલુકાના વાવ ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વાવ પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જન ઉદ્ઘાટન નવસારી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અમિતાબેન પટેલ,ખેરગામ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખંડાવાલા,એસ યુ પટેલ, બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ સંજયભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.ક્રિકેટ ટુર્નામેન્ટમા ધોડિયા સમાજ,કોળી સમાજ, પાટીદાર સમાજ,નાયકા સમાજ,રાઠોડ સમાજ, આહિર સમાજ,માયાવંશી સમાજ, દરબાર સમાજ મળી આઠ જેટલા સમાજની ટીમે ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટની અંતિમ ફાયનલ મેચમાં ધોડિયા પટેલ અને કોળી સમાજ વચ્ચે જંગ ખેલાયો હતો.જેમાં ધોડિયા સમાજની ધીમે પ્રથમ બેટિંગ કરી 44 રન નો ટાર્ગેટ કોળી સમાજની ટીમને આપ્યો હતો. જેનો જવાબમાં કોળી સમાજની ટીમે 3 ઓવર 1 બોલમાં 46 રન ફટકારી ફાઇનલ નો તાજ પોતાને સીરે કર્યો હતો. ફાઈનલ ની અંદર મેન ઓફ ધ મેચ ચિરાગ પટેલ તથા બેસ્ટ બેસ્ટમેન ઓફ ટુર્નામેન્ટ પણ ચિરાગ પટેલ રહ્યા હતા.બેસ્ટ બોલર દિવ્યેશ પટેલ બેસ્ટ પટેલ મેન ઓફ ધ સિરીઝ જિગર ચોહાણ રહ્યા હતા. ચેમ્પિયન બનેલી કોળી સમાજ અને રનર્સ અપ રહેલી ધોડિયા સમાજની ટીમને ટ્રોફી અને રોકડ ઇનામનું. વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.ક્રિકેટ ટુર્નામેન્ટમાં કલવાડાના ઇમરાનભાઈ શેખે ખાસ હાજરી આપી હતી.ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ધેજ ગામના મયુરભાઈ પટેલ તેમજ વાવ પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ આશિષભાઈ પટેલ સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હરીભાઈ પટેલ ધેજ ભરડાનો ખાસ સહયોગ રહ્યો હતો

Back to top button
error: Content is protected !!