જંબુસર આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની દયનિય પરિસ્થિતિ માં પડ્યો છે
.
જંબુસર આમોદ ને જોડતા ઢાઢર નદી ના પુલ પર મસમોટા ખાડા પડ્યા દેખાઈ રહ્યા છે.
બ્રિજ ના મુખ્ય માર્ગ પર બ્રિજ ના બે ભાગ પડ્યા હોઈ એવા દ્રષ્યો જોવા મળ્યા
વહેલી તકે સમારકામ થાય તેવી લોકમાંગ ઉઠી પામી છે.
આ બ્રિજ ની દયનિય હાલત જોઈને કોઈ મોટી ઘટના બને તો વાહન ચાલક ને નદીમાં રહેલા મગર જોઈને પણ ભયનો અનુભવ થઇ રહોયો છે.
નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની પરિસ્થિતિ એટલી દયનીય છે કે બ્રિજ ઉપરના રોડ ઉપર એવા ખાડા પડેલ છે કે જેમાંથી નદીમાં વહેતું પાણી પર જોઈ શકાય છે..
આ બ્રિજ ઉપરથી કચ્છ/ કાઠીયાવાડ/ અને સુરત દહેજ તરફ જતા ભારે વાહનોની અવર-જવર ૨૪ કલાક રહે છે. હાલ બ્રિજ ઉપર એવા ઊંડા ખાડા પડેલ છે કે રોડ બનાવવાના ઉપયોગમાં લેવાયેલા સળિયા પણ દેખાય છે. જો આ બ્રિજ ઉપરના રોડની કામગીરી તાત્કાલિક કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની શક્યતા રહેલ છે. એમ ચર્ચાઈ રહેલ છે.
બ્રિજ બિલકુલ જર્જરિત હાલતમાં હોવાથી અને મોટા ખાડા પડેલ હોવાથી ટ્રાફિક પણ વારંવાર જામ થવાના દ્રશ્યો સર્જાય છે.
જેથી આ બ્રિજનુ સમારકામ વહેલી તકે કરવામાં આવે એમ લોકમુખે સાંભળવા મળેલ છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ