જંબુસર વેપારી મહામંડળ દ્વારા એસટી ડેપો સર્કલ પાસેથી સ્વચ્છતા અંગે નગરજનોમાં જાગૃતિ આવે તે હેતુથી મહારેલી નું આયોજન કરવામાં આવ્યું

0
68
વાત્સલ્યમ્ સમાચાર

જંબુસર વેપારી મહામંડળ દ્વારા એસટી ડેપો સર્કલ પાસેથી સ્વચ્છતા અંગે નગરજનોમાં જાગૃતિ આવે તે હેતુથી મહારેલી નું આયોજન કરવામાં
જંબુસર વેપારી મહામંડળ ના પ્રમુખ સંતુભાઈ ચોકસી ની આગેવાનીમાં તમામ મંડળના આગેવાનો દ્વારા તમામ મંડળના આગેવાનો દ્વારા નગરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જ્યારથી મહા મંડળ ની સ્થાપના કરવામાં આવી છે ત્યારથી તેમનો શુભ આશય હતો તે માટે લાગતા વળગતા અધિકારીઓ સાથે વારંવાર મુલાકાત કરી નગર સ્વચ્છ રહે તે માટે રજૂઆત કરતા એમાં થોડી ઘણી સફળતા પણ મળી હતી આજ રોજ નગરજનોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે તે માટે એસટી ડેપો સર્કલ પાસેથી સેવા સુરક્ષા સોસાયટી ભરૂચ જંબુસર ડિવિઝન તેમજ જંબુસર વેપારી મહામંડળના સભ્યો દ્વારા ઢોલ નગારા સ્વચ્છતા અંગેના સૂત્રો લખેલા બેનરો સાથે એસટી ડેપો સર્કલ પાસેથી નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી ટંકારી ભાગોળ એપીએમસી પાસે સમાપ્ત થઈ હતી વેપારી મહામંડળ દ્વારા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગર અપીલ કરવામાં આવી હતી જ્યારે વેપારી મિત્રોને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ નહીં કરવા જણાવવામાં આવ્યું હતું
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ Screenshot 2023 10 05 17 00 57 91 7881fafcdc71e1a9c1af41720b8acaa1

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews