AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં શિક્ષક મુકેશભાઈ ચૌધરી ચિત્રકૂટ પારિતોષિકથી સન્માનિત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તારમાં આવેલ બીજુરપાડા પ્રા.શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ હરસિંગભાઈ ચૌધરી મુ.સીતાપુર તા. વાંસદા જી. નવસારીનાં વતની અને છેલ્લા 23 વર્ષથી બીજુરપાડા શાળામાં આચાર્ય તરીકે ની ફરજ બજાવે છે.તેમને વિશ્વ વંદનીય કથાકાર પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે.મુખ્ય શિક્ષક મુકેશભાઈ આ શાળામાં છેલ્લા 23 વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરી શાળાને એક આગવી ઓળખ અપાવી છે.સામાજીક યોગદાન, શાળામાં બાળકોની હાજરી,બાળકોની સ્વચ્છતા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં બાળકોની સામેલગીરી અને મેરીટમાં સામેલગીરી આવી વિશેષ સિધ્ધિઓ હાંસલ કરી છે.તેમની આ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને ચિત્રકૂટ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે.ડાંગની બીજુરપાડા ગામની શાળામા મુકેશભાઈ એચ. ચૌધરીની નિમણૂક ૧૩/૧૨/૨૦૦૦ ના રોજ થઇ તે સમયે ગામમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ,જાગૃતતા પણ ઓછી પાયાની સુવિધા ઓછી, તેમ છતાં પણ તેમણે આ શાળામાં સકારાત્મક વાતાવરણ ઉભું કરી ગામ લોકો સાથે વિશ્વાસ કેળવી, ગામલોકો અને આગેવાનોનાં સહકાર લઈ શાળાના વિકાસનું કામ આરંભી દિધુ હતુ.એક સમયે ધોરણ ૧ થી ૫ની આ શાળા આજે ૧ થી ૮ માં પરિણામી છે અને આજે આ શાળાની નોંધપાત્ર કામગીરી કરવામાં આવે છે. જેમાં પર્યાવરણ સંવર્ધન, સામાજિક યોગદાન, સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં પણ આ શાળાના બાળકો તાલુકા,જીલ્લા અને રાજ્ય કક્ષા સુધી પહોંચી શાળાનું નામ રોશન કરેલ છે.આમ મુકેશભાઈ ચૌધરીના આચાર્ય તરીકેની જવાબદારી દરમ્યાન વિશિષ્ટ અને ઉત્તમ કામગીરી સાથે ઇનોવેટીવ શિક્ષણ ધ્યાનમાં લઇ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદગી કરી હતી.હાલમાં ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે વિશ્વવંદનીય રામાયણી પૂજ્ય સંત મોરારી બાપુનાં હસ્તે ૨૦૨૩ નાં વર્ષ માટે ડાંગ જીલ્લામાંથી મુકેશભાઈ હરસિંગભાઈ ચૌધરી ને ચિત્રકૂટ પારિતોષિક થી સન્માનિત કરવામાં આવ્યા છે.આ તકે સુબીર તાલુકામાં ખુશીનો માહોલ છવાઈ જતા સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ શામજીભાઈ પવારે અભિનંદન આપ્યા હતા.મહામંત્રી જયરાજ પરમાર દ્વારા જણાવાયું હતુકે છેલ્લા ત્રણ વર્ષોથી ચિત્રકૂટ પારિતોષિક સુબીર તાલુકાના શિક્ષકોને પ્રાપ્ત થાય છે.આ બાબત સુબીર તાલુકા ના સૌ શિક્ષકો માટે અને સંગઠન માટે ગર્વ લેવાની વાત છે.આ તક ને અમારૂ સદ્દભાગ્ય માનીએ છીએ. ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ના આંતરિક ઓડિટર રણજીતભાઈ પટેલ અને મહિલા મંત્રી મીનાક્ષીબેન પટેલ,તાલુકા પંચાયત ના પ્રમુખ રવિનાબેન ગાવિત,તાલુકા સદસ્ય રતિલાલભાઈ, આગેવાન કાન્તિલાલભાઈ જિલ્લા સંઘ અને તાલુકા સંઘ ના હોદ્દેદારો, કારોબારી સભ્યો,મહિલા પ્રતિનિધિઓ B.R.C ,C.R.C ઓ અને સંગઠનના હોદ્દેદારો,કારોબારી સભ્યો મહિલા પ્રતિનિધિઓ તેમજ તાલુકા ટીમ સુબીર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી..

[wptube id="1252022"]
Back to top button