AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં ગાયખાસ ગામનો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકોની હાલત કફોડી બની..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્ય સરકાર ગ્રામ સડક યોજનાઓને લઈને ગામડાઓમાં રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા ફાળવતી હોય છે.ત્યારે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગાયખાસ ગામનો રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા વાહનચાલકોની હાલત કફોડીજનક બની જવા પામી છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગાયખાસ ગામનો રસ્તો દયનીય સ્થિતિમાં દેખાઈ રહ્યો છે.અહીં રસ્તા ઉપરની કપચીઓ ઉખડી ગઈ છે. અને મોટા મોટા ખાડાઓની સાથે પથ્થરો મુસાફરો સાથે જાણે અક્માતની રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગાયખાસ માર્ગની હાલત વેન્ટિલેટર પર મૂકેલ દર્દી જેવી થઈ જતા વિકાસનાં સૂત્ર સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.ગામના લોકોનું કહેવું છે કે પાંચ વર્ષથી વધારે સમય થઈ ગયો હોવા છતા પણ ગાયખાસ ગામનાં રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યુ નથી.જેના પગલે રસ્તા પરથી અવર જવર કરતા મુસાફરો તથા વાહનચાલકોને ભારે તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે.આ માર્ગ ઉબડ ખાબડ હાલતમાં ફેરવાઈ જતા વાહનચાલકોને હંમેશા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.વધુમાં ગર્ભવતી મહિલાઓને મુસાફરી કરવા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકોને આ રસ્તા પરથી પસાર થતા કલાકો નીકળી જાય છે.બોરખલથી ગાયખાસ ગામ સુધીનો રસ્તો ખખડધજ હાલતમાં ફેરવાઈ જતા વિકાસનું સૂત્ર ભૂંસાઈ ગયુ હોય તેવા દ્રશ્યો પ્રતીત થવા પામ્યા છે.આ માર્ગને પાંચ વર્ષથી પણ વધુ સમય પસાર થયો હોય તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા રીપેર કે નવીનીકરણ કરવાની તસ્દી ન લઈ ઘોર નિંદ્રામાં પોઢી જતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે.જેથી આ ગામનો રસ્તો સત્વરે સમારકામ કે નવીનીકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે…

Back to top button
error: Content is protected !!