AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ઈક્વાઈન રાઈડર્સ દ્વારા બે દિવસીય હોર્ષ ટ્રેલ રાઈડીગનું આયોજન સંપન્ન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં ઈક્વાઈન રાઈડર્સ દ્વારા બે દિવસીય હોર્ષ ટ્રેલ રાઈડીગનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ગુજરાત ભરમાંથી 10 જેટલા રાઇડર્સ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ઈક્વાઈન રાઈડર્સ દ્વારા ડાંગ જિલ્લા ખાતે  બે દિવસીય હોર્ષ ટ્રેલ રાઈડીગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ દિવસે ઉત્તર ડાંગના DFO ડી.એન.રબારી દ્વારા  ધૂબીટા ગામ થી લીલી ઝંડી આપીને કાર્યક્રમની  શરૂઆત કરવામાં આવી હતી.પ્રથમ દિવસે ૨૦ કિમી જેટલું અંતર કાપીને ઘોડે સવારો  મહાલ ખાતે પહોંચ્યા હતા.બીજા દિવસે મહાલ થી બરડીપાડા સુધી ૧૦ કિમી ઘોડે સવારી કરવામાં આવી હતી. કુલ મળીને  ૨ દિવસમાં ૩૦ કિમીની ઘોડે સવારી કરવામાં આવી હતી.આ કાર્યક્રમને લઇને ઈક્વાઈન રાઈડર્સના દર્શનભાઈ દેસાઈ એ જણાવ્યું હતુ કે, આ હોર્ષ ટ્રેલ દ્વારા  લોકોમાં પ્રકૃતિ જાળવણીનો સંદેશ પહોચે અને સાથે-સાથે ડાંગની સુંદરતા તથા  ડાંગમાં વિવિધ પ્રવાસન  ઉધોગને વેગ મળે એ હેતુ થી આ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ સમગ્ર કાર્યક્રમમાં ડાંગ ઉત્તર વન વિભાગ દ્વારા ખૂબ સહકાર આપવામાં આવ્યો હતો.ત્યારે  ઈક્વાઈન રાઈડર્સ વતી દર્શનભાઈ દેસાઈ એ ઉત્તર ડાંગના DFO ડી.એન.રબારીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી હતી

Back to top button
error: Content is protected !!