AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં પતિપત્નીનું સુખદ સમાધાન કરાવતી 181 મહિલા અભયમ ટીમ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા નજીકના એક ગામમાંથી 181 પર કોલ આવતા જણાવે છે કે મારા પતિ ઘરે આવીને માર ઝુડ કરે છે જેથી 181 મહિલા હેલ્પલાઇન ટીમની જરૂર છે.કોલ મળતાની સાથે તરતજ 181 મહિલા અભયમ ટીમનાં નેહા મકવાણા તેમજ સંગીતા ગામીત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.જ્યાં જઈને પીડિત મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતુ કે તેઓના પતિને પાન મસાલાનું વ્યસન છે તેમજ ઘરે આવીને તું કોઈ બીજા પુરુષને મળે છે.તેવી આ શંકા કરીને મારી સાથે માર ઝુડ કરે છે તેમજ મને ખરાબ શબ્દ બોલીને અપમાન કરે છે જેથી પીડિત મહિલાની વાત સાંભળીને તેઓના પતિનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ આખો દિવસ ઘરે રહેતા નથી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યાં તેઓ કોઈ બીજાની વાતોમાં આવીને તેઓ પત્નીને માર ઝુડ કરતા હતા.જેથી પીડિત મહિલાના પતિને સમજાવેલ છે કેમ તેઓ કોઇ બીજાની વાતોમાં ન આવે તેમજ ઘરેલુ હિંસા 2005 અધિનિયમ પણ સમજાવેલ હતો ત્યારબાદ પીડિત મહિલાના પતિએ બાંહેધરી આપી હતી કે આજ પછી તેઓ પોતાની પત્ની ઉપર હાથ નહીં ઉપાડે અને પીડિત મહિલા આગળની કાર્યવાહી કરવા ન માંગતા હોવાથી પતિ-પત્નીનો ઘર સંસાર તૂટે નહીં તે રીતે 181 મહિલા અભયમ ડાંગની ટીમે સુખદ સમાધાન કરાવેલ હતુ.જેથી પીડિત મહિલાએ પણ 181 ટીમનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો..

[wptube id="1252022"]
Back to top button