DAHODGUJARAT

દાહોદ તાલુકાના મોટા વાંદરિયા ગામે દીપડાના હુમલોથી ઈજાગ્રસ્ત ઈસમને દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ લવાયો

તા.૦૧.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના મોટા વાંદરિયા ગામે દીપડાના હુમલોથી ઈજાગ્રસ્ત ઈસમને દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ લવાયો

આજરોજ તા 31.1.2024 બુધવારના રોજ આઠ કલ્લાકની આસપાસ દાહોદ તાલુકાના મોટા વાંદરિયા ગામના પટેલ ફળીયામાં રહેતા અરવિંદ ભાઈ સંગાડા જે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે એમના નજીકથી શ્વાનના બચ્ચાંઓની અવાજ આવતા અરવિંદ ભાઈ જઈ જોતા દીપડો જોવાતા શ્વાનના બચ્ચાંઓને બચાવવા જતા દીપડાએ અરવિંદ ભાઈ પરજ હુમલો કરી તેમને શરીરે હાથ પગે તેમજ મોઢાના ભાગે ઈજાઓ પોહચાડી હતી અરવિંદ ભાઈએ બુમા બુમ કરતા ઘરમાં હાજર પરિવાર જનો દોડી આવી દીપડાને ભગાડી ગંભીર રીતે દીપડાના હમલાથી ઈજાગ્રસ્ત અરવિંદ ભાઈને સારવાર માટે દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ લવાયા જ્યાં ઝાયડ્સ હોસ્પિટલના હાજર તબીબોએ દીપડાના હમલાથી ઈજાગ્રસ્ત અરવિંદભાઈ સંગાડાંની તાત્કાલીક સારવાર કરી હતી

[wptube id="1252022"]
Back to top button