DAHODGUJARAT

દેવગઢ બારીયાના ગામમાંથી દિયર દ્વારા મારપીટ કરી હેરાનગતિ હોવાથી તેઓને 181અભયમ રેસ્ક્યુ વાનની જરૂર છે

તા.૩૦.૦૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadh bariya:દેવગઢ બારીયા નજીક આવેલા એક ગામમાંથી પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી જણાવ્યું હતું કે તેઓને તેઓના દિયર દ્વારા મારપીટ કરી હેરાનગતિ હોવાથી તેઓને 181 અભયમ રેસ્ક્યુ વાનની જરૂર છે

ત્યારબાદ પીડિતાએ જણાવેલ સ્થળ પર 181 મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચી ત્યારબાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળે છે કે તેઓના દિયર નશાની હાલતમાં પીડીતા જોડે મારપીટ કરી તેઓને ઘરમાં રહેવા દેતા ન હતા. જેથી પીડીતા એ 181 મહિલા હેલ્પલાઇન ની ટીમ ની મદદ લીધી. પીડિતા જણાવે છે કે તેઓના દિયર ના લગ્ન તેઓએ તેઓની ભત્રીજી જોડે કરાવેલ હતા અને તેમની ભત્રીજીને રાખવા માંગતા ન હતા અને વારંવાર તેઓ જોડે પણ મારપીટ કરતા જેથી તે પણ તેના પિયરમાં આજે જતી રહી. જેથી અમે મારા દિયરને સમજાવવા ગયા તો અમારા પણ હુમલો કરી અને અપશબ્દ બોલવા લાગ્યા. જેથી પીડિતાના દિયર ને સમજાવી અને જણાવ્યું કે તમારા ભાઈ ભાભી તમારો ઘર તોડવા માંગતા નથી તમે ભેગા રહો તે માટે જ તમને કહે છે. તમે નશો કરો છો તમે નથી સમજી શકતા અને તમારી પત્ની જોડે આ રીતના વ્યવહાર કરો છો. જેથી ફોન દ્વારા તેમના દિયર ની પત્ની જોડે વાતચીત કરી અને તેઓને તેઓ તેમના દિયર જોડે આવી અને તેમની બંને છોકરીઓ છે તેમની જોડે રહે. બીજી વાર તેમના પતિ તેમના જોડે આવું કોઈ વ્યવહાર કરે છે તે પણ મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી અને મદદ લઈ શકે છે. જેથી પીડિતાના દિયર ને સમજાવી તેની પત્ની જોડે કે પીડિતા અથવા તેમના પરિવારજના કોઈપણ સભ્ય જોડે આવી રીતના મારપીટ કરી અને દૂર વ્યવહાર ના જેથી તેની બાહેધારી લખાવી અને સુઃખદ સમાધાન કરાવેલ છે.

Back to top button
error: Content is protected !!