વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સ્વચ્છતા અભિયાન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા પાક અવશેષો તથા કચરામાં કંચન જેવું અળસિયાનું ખાતર બનાવવા માટે તાલીમ કાર્યકમ યોજાયો હતો . સામાન્ય રીતે ખેડૂતો ખેત અવશેષો, નિંદણ, અન્ય કચરો વગેરે એકઠો કરી તેને બાળી મૂકે છે જેના પરિણામ સ્વરૂપે હવા તો પ્રદૂષિત થાય છે પરંતુ આ કચરાને બાળવાથી કચરા દ્વારા જમીનમાંથી ઉગાડેલ અતિ અગત્યના પોષક તત્વોનો નાશ થાય છે. જેથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. આ બાબતની સમજ કેળવવા તથા ખેડૂતોને ટૂંકાગાળામાં ખૂબ જ પોષકતત્વોથી ભરપૂર અળસિયાનું ખાતર બનાવવા તાલીમ કરવામાં આબ્યું હતું . ખેડૂતોને અળસિયા ખાતરના મહત્વ અને તેની બનાવવાની વિવિધ પધ્ધતિ અને ફાયદાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી . વધુમાં તેઓએ ખેતી પાકોના અવશેષોના ઉપયોગથી કચરામાંથી કંચન જેવું અળસિયાના ખાતર, વર્મીકમ્પોસ્ટ તથા કમ્પોસ્ટ બનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .
વાત્સલ્યમ્ સમાચાર