GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ કાર્યક્ર્મ-૨૦૨૪” ની ઉજવણી કરાશે.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ કાર્યક્ર્મ-૨૦૨૪” ની ઉજવણી કરાશે.

ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા “શાળા સલામતી કાર્યક્રમ” અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા.૨૯ જાન્યુઆરી થી તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી મહીસાગર જિલ્લાની ૬૫ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૧૧૯૧ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪’’ની ઉજવણી કરાશે.

મહીસાગર જિલ્લાની ૬૫ પ્રાથમિક શાળાઓમાં મેગા ઈવેન્ટ કાર્યક્ર્મ અને જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ’’ની ઉજવણી સતત છ દિવસ સુધી કરાશે. જેમાં છ દિવસ દરમિયાન જિલ્લાની વિવિધ સરકારી શાળાઓમાં ફાયર વિભાગ ટીમની ૧૫ ઈવેન્ટ, ૧૦૮ સેવાની ૪૨ ઈવેન્ટ, મુક્ત જીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ એકેડમી તથા આપદા મિત્ર ૦૮ ઈવેન્ટ મળી કુલ ૬૫ મેગા ઈવેન્ટ/ડેમોન્સટ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે.

આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની બ્રાંન્ચ શાળા નં.૧ ખાતે જિલ્લા કક્ષાનો શાળા સલામતી કાર્યક્ર્મનું ઉદઘાટન કરવામાં આવ્યું. શાળા સલામતી સપ્તાહના પ્રથમ દિવસે માન. કેબિનેટ મંત્રી શિક્ષણ, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ સાહેબ દ્વારા શાળા સલામતી કાર્યક્ર્મનું બાયસેગ વંદે ગુજરાત ચેનલ નં.૫ ઉ૫૨ ઓનલાઇન ઉદઘાટન કરવામાં આવ્યું જે કાર્યક્ર્મ શાળા તમામ બાળકો દ્વારા નિહાળવામાં આવ્યો. ત્યારબાદ દિપ પ્રાગ્ટય કરીને જિલ્લા કક્ષાએ ઉદઘાટન કરવામાં આવ્યું.

જેમાં ડિ.પી.ઓ-ડિઝાસ્ટર મેનેજમેન્ટ  જિગર મકવાણા દ્ધારા શાળા સલામતી સપ્તાહ ઉજવણી સંબંધિત પ્રાંસંગિક ઉદ્બોધન કરીને શાળા સલામતી સપ્તાહ વિશે સમજાવવામાં આવ્યું. આપત્તિ, જોખમની સમજ અને શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના વિશે વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને સમજ આપવામાં આવી.

લુણાવાડા નગરપાલિકા ફાયર વિભાગના ઓફિસર જે.એન.પરમાર, પાર્થ પટેલ અને તેમની ફાયર ટીમ દ્વારા કુદરતી અને માનવસર્જ્તિ આપત્તિઓનાં સમયે શું કરવું શું ના કરવું તથા આગ સલામતી, વિવિધ ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ, ફાયરમેન લિફ્ટસ, વિવિધ શોધ-બચાવના સાધનો જેવાકે લાઇફ રીંગ,લાઇફ જેકેટનો ઉપયોગ કેવી રીતે કરવો, ઘરમાં પડી રહેલ સામાન ખાલી પાણીના બોટલ, ખાલી તેલના ડબ્બા, ટયુબ-ટાયરના વાંસના તરાપા બનાવી ઉપયોગ કરીને ફલડ સેફટીના સાધનો કેવી રીતે બનાવીને ઉપયોગમાં લઇ શકાય તેના વિશે સમજાવવામાં આવ્યુ. તથા આગ સલામતી સંબંધિત પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલ હતું.

આજના શાળા સલામતી સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં ડિ.પી.ઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નાયબ મામલતદાર ડિઝાસ્ટર, ઇન્ચાર્જ ફાયર ઓફિસર નગરપાલિકા લુણાવાડા, વાયરલેસ ઓફિસર તથા ફાયરટીમ અને સ્થાનિક આગેવાનો હાજર રહેલ હતા.

Back to top button
error: Content is protected !!