GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઇ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઇ

મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક કલેક્ટર ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, સરકારશ્રીની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરે નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્ર ની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા.

Back to top button
error: Content is protected !!