BHARUCHGUJARATNETRANG

રામલલ્લાના વધામણા : નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારના ભુલકાઓએ આસોપાલવ તોરણ બનાવી ઘરે ઘરે વિતરણ કર્યા.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૧/૦૧/૨૦૨૪

 

*રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને નાના ભુલકાઓમાં અનેરો ઉત્સાહ, જોવા મળ્યો*

 

આજ રોજ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને મહોત્સવને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચારો તરફ રામ મંદિરમાં રામલલ્લાના દર્શન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાં ઘરે-ઘરે અક્ષતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એવામાં નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારના ભુલકાઓએ સવારથી જ જલારામ મંદિર ખાતે જઈ ગાંધી બજાર વિસ્તારમાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ઘરે ઘરે આસોપાલવ તોરણ લાગી શકે એ માટે પોતાના હાથોથી આ તોરનો બનાવી ઘરે ઘરે પહોંચાડી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

 

[wptube id="1252022"]
Back to top button