વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલ ના ખેલાડીઓનો બાસ્કેટબોલ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ દેખાવ

0
118
વાત્સલ્યમ્ સમાચાર

5 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યાધામ-ભાગળ(પીં)સંચાલિત શ્રી એસ.ડી.એલ શાહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માંથી કુલ 9 ખેલાડીઓ જિલ્લા બાસ્કેટબોલ અંડર-14 અને અંડર -17 બહેનોની ટીમમાં પસંદગી પામેલ. તમામ ખેલાડીઓ પાટણ મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ અને તેમાં ઉત્કૃષ્ઠ અને શ્રેષ્ઠ દેખાવ કરી સેમી ફાઈનલ સુધી પહોંચી બનાસકાંઠા જિલ્લાનું તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ અનુક્રમે(1)પ્રજાપતિ હેપી.ટી (2)પ્રજાપતિ રિયા.કે (3)પ્રજાપતિ બિજલ.ડી (4)જોષી સૂર્યા.એચ (5)પટેલ કિંજલ.એસ (6)ચૌહાણ સોનલ.બી (7) કર્ણાવત શિલ્પા.એચ (8)ધ્રાંગી સુમિત્રા.બી (9) સુમરા સીરીન.કે હતા.તમામ ખેલાડી વિદ્યાર્થીનીઓને શાળાના વ્યાયામ શિક્ષક શ્રી જે.એન.ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરવા બદલ વિદ્યાધામ-ટ્રસ્ટના પ્રમુખશ્રી કે.ડી શાહ સાહેબશ્રી અને ટ્રસ્ટીશ્રીઓ,સંચાલક મંડળના પ્રમુખ પ્રતિનિધિ શ્રી અનિલભાઈ પટેલતથા શાળાના આચાર્યશ્રી કિરીટ પટેલે સર્વ ખેલાડીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા.IMG 20231005 WA0328

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews