GUJARATKHERGAMNAVSARI

શિવ અને પાર્વતી વિશ્વાસ અને શ્રદ્ધા નુ પ્રતીક છે : પ્રફુલભાઇ શુક્લ બાપુ*

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
*રામ કથા મા શિવ પાર્વતી વિવાહ ઉત્સવ ઉજવાયો*
પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિરે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 860 મી રામકથા મા આજે શિવ પાર્વતી વિવાહ ઉત્સવ ની ઉજવણી ધામધુમ થી કરવામા આવી હતી. આ પૂર્વે ભૂપેશભાઈ દેસાઈ અને એમના પરિવાર દ્વારા ઉતારા ઉપર રામાયણ નો બીજા દિવસ નો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. જેમા મોટી સંખ્યા મા ભાવિક ભક્તો જોડાયા હતા. મુખ્ય યજમાન રાજનભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા નિત્ય ક્રમ અનુસાર પોથીજી તેમજ તુલસીપીઠ નુ પૂજન થયું હતુ.આજે કથા મા રામચરિત માનસ ની અંદર ભગવાન ની વંદનાઓ તેમજ યાગ્નવલ્ક ઋષિ ભરદ્વાજ મુનિ ને રામ કથા આરંભ કરે એ પ્રસંગ નુ વર્ણન થયું હતુ.સાથે સતી ના દેહ ત્યાગ ની કથા થઇ હતી. તેમજ આજ ના પ્રધાન ઉત્સવ શિવ પાર્વતી વિવાહ ના પ્રસંગ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી.જતીનભાઈ પ્રવીણભાઈ પટેલ,
જ્યોતિબેન જતીનભાઈ પટેલ અને એમનો પરિવાર ભગવાન શિવજી ના પક્ષે રહી ને જાન લઇ ને પધાર્યા હતા.જયારે.મનુભાઈ છીબાભાઈ પટેલ,ગંગાબેન મનુભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા મા પાર્વતી ના પક્ષે રહી ને કન્યાદાન કર્યું હતુ. કન્યા વિદાય ની કરુણ કથા નુ વર્ણન કરવામાં આવ્યું હતુ એ સમયે ઉપસ્થિત મોટી સંખ્યા મા ભાવિક ભક્તો સજળ નેત્રે ભાવુક બન્યા હતા.આયુષ જાની અને આદર્શ જાની દ્વારા રામસ્તુતિ કરવામા આવી હતી.કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે.” સદગુરુ વગર કોઈ શિવ તત્વ સમજાવી શકતું નથી” આવતી કાલે 22 મી જાન્યુઆરી એ અયોધ્યા મા જેમ ભગવાન રામલલ્લા ની પ્રાણ પ્રતિસ્ઠા થવાની છે એજ સમયે કથા મા પણ રામ જન્મ ઉત્સવ ની ઉજવણી થશે જેની તૈયારીઓ સંકટ હરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થઇ રહી છે. દાતા ઓ તરફ થી દાન નો પ્રવાહ પણ વહી રહ્યો છે. તેમજ કથા વિરામ બાદ મોટી સંખ્યા મા ભાવિક ભક્તો મહા પ્રસાદ નો લાભ લઇ રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button