GUJARATLUNAWADAMAHISAGAR

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર મહીસાગર ખાતે ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના નવી સીરીઝ અને જૂની સીરીઝની ઓનલાઇન હરાજી શરૂ કરવામાં આવશે.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર મહીસાગર ખાતે ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના નવી સીરીઝ અને જૂની સીરીઝની ઓનલાઇન હરાજી શરૂ કરવામાં આવશે.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, મહીસાગર  જણાવે છે કે, અત્રેની કચેરીમાં 2-wheeler(મોટર સાઇકલ) ના નવી સીરીઝ gj-35-q માં તમામ નંબરોની તથા 4-wheeler (મોટર કાર) ની જૂની સીરીઝ gj-35-h અને gh-35-n માં ગોલ્ડન,સિલ્વર નંબરોનું re-auction શરૂ કરવામાં આવનાર હોય નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ ઓનલાઈન હરાજીનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવે છે.

ઇ-ઓકશન પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાની તારીખ ૨૩/૦૧/૨૦૨૪ થી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૫/૦૧/૨૦૨૪ સાજે ૦૩.૫૯ કલાક સુધી રહેશે.ઇ-ઓકશન શરૂ તારીખ ૨૫/૦૧/૨૦૨૪, થી અને ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૨૭/૦૧/૨૦૨૪ સાંજે ૦૪:૦૦ કલાક સુધી રહેશે.

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે http://parivahan.gov.in/fancyપર નોંધણી,યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં.આઈ.ટી/પસંદગીનંબર/ઓનલાઈનઓક્શન/7421,તા.12/10/2017 Appendix-A (આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.

પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.(process flow સામેલ છે) આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે 60 દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાથી અરજદારે પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણતા 60 દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતીથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઈ વાંધો લઈ શકશે નહીં.

ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ 60 દિવસની મર્યાદા અરજદારે માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા પછી તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે. તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે , અરજદારએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ( Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહી.

ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે , અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે.

 

[wptube id="1252022"]
Back to top button