હાલોલ:વડાતળાવ ખાતે ગણેશ વિસર્જન દરમ્યાન બનેલી ક્રેન દુર્ઘટનાને લઇને તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા તપાસ સમિતિની રચવાની માંગ સાથે તંત્રને આવેદન પત્ર પાઠવ્યું 

0
103
વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૪.૧૦.૨૦૨૩

હાલોલ નગર ખાતે શ્રીજીની પ્રતિમા ના વિસર્જન દરમિયાન ક્રેન દુર્ઘટના ના બનાવ ની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવા ની માંગ કરતું આવેદનપત્ર હાલોલ તાલુકા સર્વ સમાજ તથા ક્ષત્રિય સમાજ દ્વારા મંગળવારના રોજ હાલોલના પ્રાંત અધિકારીને આપી લાપરવા અને બેજવાબદાર અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે તે માટેની તેમની સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે આવેદનપત્રના માધ્યમથી કરવામાં આવી છે.હાલોલ નગરના ગણેશ પ્રતિમા ના વિસર્જન તા. ૨૮.૯. ને ગુરૂવારના રોજ પાવાગઢની તળેટીમાં આવેલ વડા તળાવ ખાતે નગરપાલિકા હાલોલ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.જેમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગણેશ વિસર્જનની સઘળી જવાબદારી નગરપાલિકા હાલોલ નિભાવે છે.ચાલુ વર્ષે ગણેશ વિસર્જન સમયે ટ્રેન દુર્ઘટના બની તેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેવા કે નગરપાલિકા દ્વારા જે ક્રેન ભાડે લીધી તે ક્રેન વધુ વજન સહન કરે તેવી ક્ષમતા ધરાવે છે કે નહીં ? ક્રેન સંપૂર્ણ કાર્યરત છે તેવું તેનું ફિઝિકલ ફિટનેસ સર્ટીફીકેટ પાલિકાએ લીધું છે કે કેમ ? નગરપાલિકાએ ક્રેન ઓપરેટરો હેલ્પરો જે મૂર્તિ વિસર્જન સમયે કામ કરતા હતા ત્યાં આકસ્મિક કોઈ દુર્ઘટના બને તેના માટે વીમો લીધો છે કે કેમ ? ક્રેન ઓપરેટર હેલ્પર હોડીના તરાપા ઉપર કામ કરનાર કામદારો નગરપાલિકાના હતા કે રોજમદારો ? કે બહારના ભાડુતી મજૂરો લાવ્યા હતા.જ્યારે ક્રેન દુર્ઘટના બની તે સ્થળ ઉપર નગરપાલિકા હાલોલના જવાબદાર મુખ્ય અધિકારી આખો દિવસ હાજર રહ્યા નથી શા માટે ? જવાબદારી કોની ? ક્રેન દુર્ઘટના બાદ F, S, L નો રિપોર્ટ સ્થળ સ્થિતિ નો પંચકાસ પાલિકાએ કેમ ન કરાવ્યા ? ધ્વન્સ થયેલ ક્રેન દુર્ઘટના સ્થળેથી પાલિકાએ કેમ ઉઠાવી લીધી ?જ્યારે ક્રેન દુર્ઘટના બાદ નગરપાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ તે ફરિયાદ સ્થાનિક પોલીસ ખાતુ નોંધાવે એવી સંગતતા કેમ ? ક્રેન દુર્ઘટના બની તેની સઘળી તટસ્થ તપાસ માટે પાલિકા દ્વારા તપાસ સમિતિ બનાવી જોઈએ તો વાસ્તવિકતા હકીકત દુર્ઘટનાની જાળવા મળતી તપાસ સમિતિની રચના કેમ ન કરી.જ્યારે આવેદનપત્રના અંતમાં માંગ કર્યા અનુસાર આ ક્રેન દુર્ઘટના માટે જવાબદાર નગરપાલિકા હાલોલ ના જે તે જવાબદાર સામે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ આ દુર્ઘટનામાં ભોગ બનનારો તમામ ઇજાગ્રસ્તોને વૈદકીય સારવાર તથા પીડિત ઈસમો સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધીનો તમામ નાણાકીય ખર્ચ હાલોલ નગરપાલિકા ભોગવે અને ત્યારબાદ અને ત્યારબાદ તેનો નાણાકીય ભાર દુર્ઘટના માટે જવાબદાર પાસેથી વસુલે તથા આ દુર્ઘટનાની તટસ્થ તપાસ થાય અને વાસ્તવિક અને સાચી માહિતી લોકો સમક્ષ આવે તેના માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવા માંગ કરવામાં આવી છે.

IMG 20231003 WA0071

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews