GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ટાઉન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૮.૧.૨૦૨૪

હાલોલ ટાઉન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડ ની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો.યોજાયેલ લોક દરબાર માં પોલીસકર્મી તેમજ હાલોલ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.હાલોલ ટાઉન પોલીસ મથકનું વાર્ષિક તપાસની અર્થે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી હાલોલ ટાઉન પોલીસ મથકની મુલાકાત લેતા ટાઉન પોલીસ મથકે તેમનું સ્વાગત કરી હાલોલ ટાઉન પોલીસ મથકના પી.આઈ કે.એ.ચૌધરી સહીત પોલીસ કર્મી દ્વારા સલામી આપવામાં આવી હતી.ત્યારબાદ ટાઉન પોલીસ મથક પરિસરમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો.જેમાં ઉપસ્થિત નગરજનો દ્વારા નગરમાં થતા નાન મોટા ગુનાઓ ડામવા,નગરમા થતી ચોરીઓ અટકાવવા તેમજ નગરજનો તેમજ પોલીસ માટે પણ માથાના દુઃખાવા સમાન સૌથી મોટો પ્રશ્ન નગરમાં ઠેક ઠેકાણે થતા ટ્રાફિક ની સમસ્યા ને દૂર કરવા બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ હાલોલ ખાતે પોલીસ કર્મીની કમી હોવાથી તેમનું મહેકમ વધારવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.જયારે ઉપસ્થિત લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો ઉપર પૂરતું ધ્યાન આપી તેનો યોગ્ય નિકાલ કરવાની પોલીસ દ્વારા હૈયા ધારણા આપવામાં આવી હતી.યોજવામાં આવેલ લોક સંવાદ નો મુખ્ય આશય પોલીસ અને પબ્લીક વચ્ચે ની ખાઈ દૂર કરવાનો અને એક મેક થઇ સમસ્યાનો નિકાલ થાય તે માટેનો હતો. તેવીજ રીતે પોલીસ તરફ થી પણ નગરજનો દ્વારા યોગ્ય સહકાર મળે તે બાબતો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!