BHACHAUGUJARATKUTCH

જળ, વાયુ અને જમીનને નુકશાન કરતી કંપનીઓ સામે મહિલાઓ આકરા પાણીએ.વિશ્વ પર્યાવરણ દિને સામખિયાળીમાં પ્રદૂષણ ઓકતી et કંપની સામે વિરોધ.

કંપની વાડા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત છતાં તંત્ર ના આંખ આડા કાન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટર :- દિનેશ કાઠેચા ભંચાઉ

ભચાઉ,તા-06 જૂન  : વિશ્વપ્રવાહ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશભરની અંદર ઉજવણી થઈ રહી છે ત્યારે 2001 બાદ કચ્છની અંદર આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા વધુ વિકાસની વાતો કરતા તંત્રને સામે એક પ્રદૂષણનો પણ પ્રશ્ન મોટો સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે ત્યારે આજરોજ ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે આવેલ ઇલેકટ્રોમ ઇન્ડિયા લિમિટેડ કંપની સામે સ્થાનિક મહિલાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેમની જ સામે પ્રદૂષણ વખતે હોવા ના કારણે વિરુદ્ધ રજૂ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે સામખેડીની 20 થી વધુ મહિલાઓ દ્વારા પર્યાવરણ સમિતિ બનાવવામાં આવી હતી અને તે સમિતિ દ્વારા વિસ્તારની અંદર પ્રદૂષણ ઓપતી કંપની ઇન્ડિયા લિમિટેડ કંપની સામે જઈ અને સુત્રોચાર કર્યા હતા અને ત્યારબાદ તેમણે નિવેદન આવતા જણાવ્યું હતું કે કંપની દ્વારા છેલ્લા 15 વર્ષથી બહુ મોટા પ્રમાણની અંદર અતિશય પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે તેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી નો ભોગ બનવું પડે છે અને પ્રદૂષણના લીધે સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર થઈ રહી છે તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા ખેડૂતો ને પાક નથી થતું સામખીયારી ગામ ના તળાવ નું પાણી દુષિત થઈ ગયેલ તો લોકો ને ઢોર ને પણ ઉપયોગ લાયક રહું નથી અને આ બાબતે તંત્રને સ્થાનિક લોકો દ્વારા અનેક વખત લેખિત તથા મોખિયું રજૂઆત કરવામાં આવી છે છતાં ગુજરાતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી અગાઉ ઘણા સંગઠનો દ્વારા આ કંપની વિરોધ કરવા મા આવયો છે

આ કંપની માં બેદરકારી ના લીધે અગાઉ કેટલાક નીદોશ કામદારો જીવ ગયેલા છે તેમજ પ્રદુષણ ના કારણે લોકોને હાલાકીનો ભોગ બનવું પડે છે ત્યારે આ બાબતે રજીયાબેન રાઉમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે તમામ પ્રકારની તૈયારીઓ સાથે જરૂર પડે તેમ મુજબની આંદોલન અને રસ્તા રોગો કાર્ય ક્રમ પણ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!