
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલે આદર્શ આચાર સંહીતામાં પ્રોહીબિશન અને જુગાર પ્રવૃત્તિને ડામવા સૂચનો કર્યા હતા.ત્યારે ડાંગ એલ.સી.બી પોલીસ મથકનાં પી.એસ.માઈ.કે.જે.નિરંજનની પોલીસ ટીમે ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસોએ ટાંકલીપાડા ગામના ઉપલા ફળિયા ખાતે રહેતા લક્ષ્મણભાઈ ફુલસિંગભાઈ માળવીશનાં ઘરે લગ્નના મંડપમાં ખુલ્લા વાડામાં રાત્રિના સમયે રેડ કરી હતી.ત્યારે સ્થળ પરથી નિલેશભાઈ કાકડયાભાઈ ગાવીત ( ઉ.વ.૨૪, રહે. પિપલપાડા ગામ તા.સુબીર જી.ડાંગ) તથા ઈમાઈલભાઈ વાનુભાઇ બરડે ( ઉ.વ.૨૬ રહે.સાદડવિહીર ગામ તા.સુબીર જી.ડાંગ) તથા અશ્વિનભાઈ સુરેશભાઇ ગાયકવાડ ( ઉ.વ.૨૩ રહે.કોટબા તા.આહવા જી.ડાંગ)નાઓએ ગેરકાયદેસર રીતે ચાર્ટ પેપરમાં અલગ- અલગ ચિત્ર ઉપર ચકલી-પોપટનો પૈસા પર હાર જીતનો જુગાર રમી રમાડતા હતા.ત્યારે ડાંગ એલસીબી પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી.તેમજ જુગાર સાહિત્ય સહિત રોકડા રૂ.૧૨,૭૦૦/- નો જુગાર મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.હાલમાં આહવા એલ.સી.બી પોલીસ મથકનાં પી.એસ. આઈ.કે.જે.નિરંજનની ટીમે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
દેવાના કારણે આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારની મુલાકાત લેશે અરવિંદ કેજરીવાલ: અજિત લોખીલ AAP
AAP ધારાસભ્ય ગોપાલઇટાલીયા પર કરવામાં આવેલ હુમલા પર પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની પ્રતિક્રિયા
મોરબી મહાનગરપાલિકાએ ભારતનગરના રહીશોને ત્રણ દિવસમાં મકાનો ખાલી કરવા આપી નોટીસ
Follow Us