
લુણાવાડામાં મહા પરી નિર્વાણ દિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અને નમન.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
મહામાનવ ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકર મહાપરિનિવૉણ દિન નિમિત્તે લુણાવાડા ગોસાઈ સમાજ વાડી માં ભવ્યતા ભવ્ય ઉજવણી મહીસાગર એસ.સી.મોરચા ભા..જ.પા દ્વારા યોજવામાં આવી.
સૌ પ્રથમ વાસીયા તળાવ ઉપર આવેલા ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા નું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું અને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યાર બાદ સમગ્ર મહીસાગર SC મોરચા દ્વારા આયોજિત સમારોહમાં માં મુખ્ય વક્તા તરીકે શ્રી સુનીલ ભાઈ સોલંકી પુવૅ મેયર વડોદરા અને શ્રી નરેન્દ્રભાઇ સોની મહામંત્રી દાહોદ જિલ્લામાં થી ઉપસ્થિત રહ્યા હતાં અને બાબાસાહેબ આંબેડકર વિશે વ્યક્તવ્ય આપી સવિશેષ જાણકારી આપી હતી
આ પ્રસંગે જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી દશરથભાઇ બારીયા, મહામંત્રી શ્રી પ્રદિપસિંહ સિંહ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, વિવિધ મંડળો ના પ્રમુખ મહામંત્રી શ્રી ઓ, મોરચા ના હોદેદારો શ્રી પ્રમુખ દિપકભાઈ ચાવડા, મહામંત્રી શ્રી કિરીટભાઈ, મંત્રી શ્રી દિનેશભાઈ પરમાર, મનુભાઈ પટેલ નગરના કાયૅ કરો બાબાસાહેબ ના અનુયાયીઓ ખુબ જ મોટી સંખ્યામાં જીલ્લા ભરના કાયૅ કરો હોંશભેર જોડાઈ ઉજવણી કરી હતી
સ્વાગત પ્રવચન શ્રી દશરથભાઇ બારીયા પ્રમુખ શ્રી કયું હતું અને આભાર વિધિ શ્રી દિપક ચાવડા કરી




