આણંદ – મચ્છરના ઉત્પતિસ્થાન મળી આવતાં 111 મિલકત ધારકોને 77 હજાર દંડ

આણંદ – મચ્છરના ઉત્પતિસ્થાન મળી આવતાં 111 મિલકત ધારકોને 77 હજાર દંડ
તાહિર મેમણ – આણંદ – 22/07/2025 – કરમસદ આણંદ મનપાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જુલાઇ માસમાં 20 દિવસ દરમિયાન ચોમાસુ જન્ય મેલેરિયા , ડેન્ગ્યુ સહિત બિમારી અટકાવવાના ભાગ રૂપે હોટલો, શાળાઓ ,દુકાનો ,હોસ્પિટલો, થિયેટરો,બાંધકામ સાઇટો, કોમર્શીયલ બિલ્ડીંગો તપાસ હાથધરીને મચ્છર ઉત્પતીના સ્થાનો મળી આવતાં 111 એકમોને નોટીસ ફટકારીને રૂ 77000 દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાલુ વર્ષે 58112 ઘરોમાં સર્વે કર્યો હોત. જેમાં પોરા જોવા મળેલા 5556 પાત્રો મળી આવ્યા હતા.જેને ધ્યાને 111 મિલકતધારકોને નોટીસ પાઠવીને રૂ 2.62 લાખનો દંઢ વસુલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આણંદ મનપા હેલ્થ ઓફિસર ડો રાજેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ટીમોએ રેસ્ટોરન્ડ, ગેસ્ટ હાઉસ અને હોટલોમાં તપાસ હાથધરી હતી. જેમાં 12 હોટલોમાંથી મચ્છરોના પોરા મળી આવતાં રૂ 33000નો દંડ ફટકાર્યો છે . આ ઉપરાંત 10 હોસ્પિટલોને રૂ 13500, બાંધકામ સાઇટ અને કોમર્શીયલ બિલ્ડીંગો મળી 16 એકમોને રૂ 16500, 10 દુકાનદારોને રૂ 5100, 25 શાળાને કોલેજોમાં રૂ 5000 અને 12 મોલ તેમજ થિયેટરને રૂ 3900નો દંડ ફટકારીનું કુલ 77000 દંડ વસુલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં આણંદ શહેરના બોરસદ ચોકડી. જિટોડીયા રોડ, ચાવડાપુરા વિસ્તારમાં પાઉડર છંટકાવ, સાફ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.





