BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ પાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડમાં સૂકા-ભીના કચરાની સમજ આપવા મહિલાઓની ૧૬ ટીમો કામે લાગી

– સ્વસહાય જૂથની બહેનોને રોજગારી પણ મળી રહે તેવો પાલિકાનો અભિગમ

સમીર પટેલ, ભરૂચ

સ્વસહાય જૂથની બહેનોને રોજગારી પણ મળી રહે તેવા અભિગમથી ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતગર્ત મહિલાઓ પાલિકા હદ વિસ્તારમાં ઘરે ઘરે જઈ ભીનો અને સુકો કચરો અલગ અલગ કરવાની છેલ્લા ત્રણ મહિનાથી સમજૂતી લોકોને આપી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકામાં નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન યોજના હેઠળ સ્વ સહાય જૂથ ચલાવવામાં આવી રહ્યા છે.ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારમાં સ્વસહાય જૂથની મહિલાઓની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી લોકોને આપી રહી છે.જે અંતર્ગત મહિલાઓની ડોર ટુ ડોરની એક્ટીવીટી માટે ૧૬ ટીમ બનાવવામાં આવી છે.જે ટીમ પાલિકા હદ વિસ્તારના દરેક વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્શન તથા ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી આપી રહી છે.કેટલાક શહેરીજનોને હજી ભીના અને સુકા કચરા વિશે માહિતી ન હોવાથી તેઓ તેને ભેગો કરી દેતાં હોય છે.પણ વાસ્તવમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ટેમ્પામાં સુકો અને ભીનો કચરો અલગ અલગ આપવાનો હોય છે.આ પ્રવૃત્તિથી મહિલાઓને રોજગારી મળી રહે છે.રોજે રોજ ચાલતી ડોર ટુ ડોર એક્ટીવીટી કરતી મહિલાઓનું મોનીટરીંગ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ સહિત એનયુએલએમ શાખા કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!