13-સપ્ટેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ કચ્છ :- લોરિયા ગૃપ શાળા ખાતે સી.આર.સી. લોરિયાનો ક્લસ્ટર કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો હતો. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાએ રીબીન કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂક્યો હતો. ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં લોરિયા સી.આર.સી.ની ૧૦ શાળાઓએ ભાગ લીધો હતો. અલગ- અલગ ૫ વિભાગોમાં કુલ ૨૦ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કૃતિઓ સાથે જે તે શાળાના બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિભાગમાં પ્રથમ ક્રમાંકે આવેલ શાળાઓને ઉપસ્થિતોના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું . આ સાથે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ શાળાઓને અને બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે શિક્ષક આગેવાનો રાણાજી જાડેજા, જેતમાલજી જાડેજા, એસ.એમ.સી. અધ્યક્ષ અભયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી નવઘણસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રદર્શનને આજુ બાજુની શાળાઓના અંદાજિત ૨૫૦ જેટલા બાળકોએ નિહાળ્યો હતો. બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન ચિંતનભાઈ જોબનપુત્રાએ જ્યારે આભારવિધિ સ્પેશિયલ એજ્યુકેટર દિલીપભાઈ પાંડવે કરી હતી. આયોજનને સફળ બનાવવા લોરિયા સી.આર.સી. કો ઓર્ડીનેટર પ્રદીપભાઈ જાદવ અને ગૃપ શાળાના આચાર્ય રમિઝખાન પઠાણના માર્ગદર્શન હેઠળ ગૃપ શાળાના સ્ટાફ ગણ અને અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.